વિસનગર જી.ડી.સર્કલથી રેલવે સ્ટેશન તરફ જઇ રહેલા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે પકડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 09 – લાડોલ પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે વિસનગર જી.ડી.સર્કલથી રેલવે સ્ટેશન તરફ બાઇક ઉપર જઇ રહેલા આરોપીને ઝડપી લીધો હતો.
મહેસાણા જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ જમ્પ પરના ફરાર આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પીઆઇ જે.જી.વાઘેલાના નેતૃત્વમાં પેરોલ ફર્લો સ્કોર્ડના પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ દિનેશજી, અનિરુદ્ધ, પીસી રવિકુમાર, ડીપીસી જીગ્નેશભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી
તે દરમિયાન લાડોલ પોલીસ સ્ટેશનમાં પોક્સો બળાત્કારના ગુનામાં ફરાર આરોપી ઠાકોર રાજુજી તખાજી રહે. છાબલીયા તા. વડનગર વાળો હાલમાં વિસનગર જી.ડી.સર્કલથી રેલવે સ્ટેશન તરફ બાઇક ઉપર પસાર થવાનો જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે આરોપીને ઝડપી પાડી લાડોલ પોલીસને સોંપવાન તજવીજ હાથ ધરી છે.