સિદ્ધપુર અને મહેસાણા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં ફરાર હતો
ફરાર આરોપી રામોસણા પોતાના ઘરે આવ્યોં હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ ઘરે જઇ ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 22 – (Sohan Thakor) – મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે મહેસાણા અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપીને રામોસણા તેના ઘરેથી ઝડપી પાડી ફરાર શખ્સને જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહેસાણા જિલ્લામાં પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન પર છૂટેલા ફરાર કેદીઓને તેમજ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલવા મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીબી પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ એન.પી.પરમાર, એએસઆઇ ચેતનકુમાર, દિનેશજી, રાજેન્દ્રસિંહ, પીસી રવિકુમાર, જીગ્નેશભાઇ સહિતનો સ્ટાફ વિવિધ ટીમો બનાવી પેટ્રોલીંગની કામગીરીમાં હતા.
તે દરમિયાન એએસઆઇ દિનેશજી તથા પીસી રવિકુમારને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે મહેસાણા શહેર બી.ડિવિઝનન પોલીસ મથકે પ્રોહિબીશનના ગુનામાં ફરાર આરોપી ઠાકોર મયુર ઉર્ફે મેલો બાબુજી રહે. રામોસણા, ઇન્દીરાનગરવાળો હાલ પોતાના ઘરે હાજર છે જે બાતમીના આધારે મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે રામોસણા તેના ઘરે પહોંચી ઠાકોર મયુરને દબુચી લઇ જેલના સળિયા પાછળ ધકેલ્યોં હતો જ્યારે સિદ્ધપુરમાં પણ પ્રોહિબીશનના ગુનામાં આરોપી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમ સફળ રહી હતી.