ગરવી તાકાત મહેસાણા : વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા ફરતા આરોપીને મહેસાણા પેરોલ ફ્લો ટિમ પોલીસે ધનસુરા ખાતેથી ઝડપી પાડ્યો પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા પેરોલ ફર્લોની એક ખાસ ટુકડી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી. પેટ્રોલિંગ દરમિયાન, ASI ચેતનકુમાર અને ASI જયદીપસિંહને બાતમી મળી કે.

વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા BNS કલમ 316(5), 319(2), 318(2), 61(2) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી ખાંટ વિમલકુમાર બાબુભાઈ હાલમાં તેના ગામ ગુલાબપુરા (જશવંતપુરા) તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી ખાતે તેના ઘરે હાજર હોવાની બાતમી મળી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ધનસુરા બસ સ્ટેન્ડ પાસે પહોંચી ત્યાં વર્ણન મુજબના શર્ટ અને પેન્ટ પહેરેલા એક શખ્સને કોર્ડન કરીને પકડી પાડવામાં આવ્યો.
![]()
પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ખાંટ વિમલકુમાર બાબુભાઈ હોવાનું જણાવ્યું પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારબાદ, આરોપીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો જ્યાં આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


