મહેસાણા પાલિકાના સત્તાધીશો દર મહિને બિલાડી બાગના કોન્ટ્રાક્ટરને અધધધ.. રુપિયાની ચૂકવણી છતાં બાગ ગાયો ભેંસો ચરાવવાનું મેદાન
બગીચામાં ઉગેલું ઘાસ તંત્રની બેદરકારીએ વઢાતું નથી, હવે તો ઘાસ લોકોના ઘૂંટણે વાગે છે
Sohan Thakor, મહેસાણા તા. 07 – મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોની મહેરબાનીથી મહેસાણાના બિલાડી બાગ ગાયો ભેંસો ચરાવવાનું મેદાન બની ગયું છે. છતાં કોન્ટ્રાક્ટરને સમયસર અધધધ…નાણાં દર મહિને ચૂકવાય છે. બિલાડી બાગમાં કોઇ સાધનના ઠેકાણા નથી. બધુ ખખડધજ હાલતમાં છે. બાગની બદ્દતર હાલત છતાં કોન્ટ્રાક્ટરને કેમ રુપિયા ચૂકવાય છે તે મહેસાણા શહેરની જનતા જર્નાદનને સમજાતું નથી. બાકી જનતા તો મહેસાણા પાલિકાના સત્તાધીશોની સારી રીતે સમજે છે.

મહેસાણા શહેરના મધ્ય આવેલ આ નગરપાલિકા સંચાલિત બિલાડી બાગની વર્વી તસવીરો છે જ્યાં આંકડા અને ઢીંચણ સમા ઘાસ ઉગી ગયા છે. મહેસાણા શહેરની જનતા માટે બનાવાયેલો આ બિલાડી બાગની હાલત હાલ તો ગાયો ભેંસો ચારવાનું મેદાન બની ગયું છે. બિલાડી બાગમાં કસરત કરવાના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. આ બાગનો કોઇ રણીધણી ન હોય તેમ વાંઝણો જોવા મળી રહ્યો છે પરંતુ આ બિલાડી બાગનો મહેસાણા નગરપાલિકા દ્વારા દેખરેખ અને રખેવાળનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યોં છે તેને સમયસર તેની દેખભાળના પૈસા ચૂકવવામાં આવે છે. બાગમાં મ્યુઝિક સિસ્ટમ બંધ છે.

લાઈટો પણ બંધ છે. કોન્ટ્રાક્ટરને પેટ ભરી પૈસા ચૂકવાય છે. કોન્ટ્રાકટર ખાલી મહિને બિલ બનાવે છે. આમ મહેસાણા નગરપાલિકાના સત્તાધીશો હરી મળીને આ બિલાડી બાગની કમાણી રળી રહ્યાં હોય તેમ આમ જનતામાં ચર્ચાનો વિષય બન્યોં છે. સ્કેટિંગ રિંગ બનાવેલ છે પણ હજુ આજુબાજુ ટાયર લગાવે તો ત્યાં બાળકો શીખી શકે તેના પણ કોઇ ઠેકાણા નથી ઝાડ વધી ગયા છે છતાં તેને કાપવાનો મહેસાણા પાલિકાના સત્તાધીશોને મહેરબાનીથી કોન્ટ્રાક્ટરને સમય નથી. પણ આ બગીચા સામે વિસ્તારના તેમજ મહેસાણાના કોઈ અધિકારી તેમજ પદા અધિકારીઓ નું ધ્યાન નથી અહીંયા રોજ બે ત્રણ હજાર માણસોનો ઘસારો છે. આમ મહેસાણા નગરપાલિકાના સત્તાધીશોની નરી બેદરકારી જોવા મળી રહી છે.


