મહેસાણા મનપાની કડક કાર્યવાહી એક જ દિવસમાં ગંદકી ફેલાવનારા પાસેથી ₹27,800નો દંડ વસૂલ્યો

February 14, 2025

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવાની મુહિમને વેગવંતી બનાવી. તંત્ર દ્વારા શહેરની જાહેર જગ્યાઓ અને રસ્તાઓની સફાઈ બાદ હવે ખાનગી મિલકતો અને વાણિજ્યિક વિસ્તારોમાં ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મનપાની સેનેટરી શાખાના કર્મચારીઓને વિવિધ વોર્ડમાં રાત-દિવસ દરમિયાન અચાનક તપાસ માટે મોકલવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત એક જ દિવસમાં 7  વોર્ડમાંથી કુલ ₹27,800નો દંડ વસૂલવામાં આવ્યો. જેમાં સૌથી વધુ નાગલપુર વોર્ડમાંથી ₹17,500, સ્ટેશન વોર્ડમાંથી ₹4,900, બિલાડી બાગ વોર્ડમાંથી ₹1,700, રાધનપુર વોર્ડમાંથી ₹2,000, પરા વોર્ડમાંથી ₹1,000 તથા પટવા પોળ અને ગોદામ વોર્ડમાંથી ₹500-500નો દંડ વસૂલવામાં આવ્યો.

વિશેષમાં, કસ્બા વિસ્તારના એક કોમ્પ્લેક્સ આગળ જામેલી ગંદકી દૂર કરાવી તેના જવાબદારો પાસેથી સ્થળ પર જ સફાઈ કરાવવામાં આવી હતી. મનપા તંત્રએ ચેતવણી આપી છે કે વારંવાર ગંદકી ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે. આ સાથે શહેરીજનોને પણ સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0