મહેસાણા જિલ્લા ની ખાતર ની ૮૦ ટકા જરૂરિયાત પૂર્ણ
મહેસાણા ના સાંસદ હરિભાઈ પટેલે જિલ્લા માં ૬૦૦૦ મેટ્રિક ટન ખાતર ની જરૂરિયાત હોવાની કરી હતી રજુઆત

કૃષિ ઉત્પાદકતામાં ખાતર મહત્વ પૂર્ણ જરૂરિયાત માનવામા આવે છે.જો યોગ્ય સમયે ખાતર પાકને ઉપલબ્ધ ન થાય તો ખેડૂત ધાર્યું કૃષિ ઉત્પાદન મેળવી શકતો નથી.મહેસાણા જિલ્લા માં નીચે કૃષિ ઉત્પાદકતા માટે જવાબદાર પરિબળો નું ડેટા એનાલિસિસ સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં શિયાળું ખેતી માટે મહેસાણા જિલ્લા માં ૬૦૦૦ મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આ રિપોર્ટર અન્વયે કેન્દ્રીય ખાતર મંત્રાલય સમક્ષ મહેસાણા જિલ્લા ને જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ફાળવવા સાંસદે રજૂઆત કરી હતી.આ રજૂઆત ના પગલે મહેસાણા જિલ્લાને અત્યાર સુધીમાં ૫૦૦૦ મેટ્રિક ટન ખાતરના જથ્થાની ફાળવણી થતા ખેડૂતોની ખાતરની ૮૦ ટકા માંગ સંતોષવામાં સફળતા મળી છે.
આજીવન માટી સાથે જોડાયેલા મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ ખેડૂતોની સતત ચિંતા કરી રહ્યા છે.સાંસદ હરિભાઈ પટેલનો પ્રયાસ રહ્યો છે કે ખેત ઉત્પાદકતા વધે અને ખેડૂતો પોતાની મહેનત ના પ્રમાણ માં યોગ્ય ઉપજ મેળવી શકે.ખેત ઉત્પાદકતા માટે સૌથી મહત્વનું પરિબળ ખેડ ખાત અને પાણી છે. જો ખેડૂતોને પાણી અને ખેડ યોગ્ય હોય તો પણ યોગ્ય સમયે જરૂરિયાત મુજબ નું ખાતર ઉપલબ્ધ ના થાય તો હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટે છે.
ખેડૂત પુત્ર હોવાને નાતે સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા જિલ્લા માં શિયાળુ પાક ની જરૂરિયાતનો સર્વે કર્યો હતો. આ સર્વે માં ખેડૂતોને સૌથી ખાતરની જરૂરિયાત ડિસેમ્બર,જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પડતી વિગત હોવાની સામે આવી હતી.મહેસાણા જિલ્લા માં કુલ વાવેતર,વિસ્તાર અને ખાતરની જરૂરિયાતનો વૈજ્ઞાનિક સર્વે બાદ ગુજરાતના કૃષિ મંત્રી અને કેન્દ્રીય ખાતર મંત્રાલયને મહેસાણા જિલ્લાને જરૂરિયાત મુજબ ખાતરનો જથ્થો ફાળવવા રજૂઆત કરાઈ હતી.આ રજૂઆત અન્વયે મહેસાણા જિલ્લા ને એક જ મહિનામાં ૫૦૦૦ મેટ્રિક ટનનનો ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો છે. આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું કે મહેસાણા જિલ્લાને ઉપલબ્ધ થયેલા ખાતરના જથ્થાની યોગ્ય વિતરણ વ્યવસ્થા કૃભકો અને ગુજકોમાસોલ દ્વારા સંભાળવામાં આવી રહી છે જિલ્લા ને ઉપલબ્ધ થતું ખાતર મંડળીઓ સુધી તાત્કાલિક પહોંચે તે માટે બંને સંસ્થાઓ દ્વારા સત્તત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આ કારણે મંડળીઓ સુધી માત્ર એક જ દિવસમાં ખાતરનો જથો પહોંચાડવામાં સફળતા મળી છે


