કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એલસીબીએ વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 16- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રન્ચની ટીમે વિદેશી શરાબનો અધધધ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ના સ્ટાફના માણસોએ ના આધારે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીએ રૂપિયા 47 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપીને એક ઈસમની ધરપકડ કરી હતી અને બે વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.

મહેસાણા એલસીબી સ્ટાફના માણસો પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ આશાબેન, સાબિરખાન, કિરણજી, સન્નીકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર, કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન નંદાસણ બ્રિજ પાસે પહોંચતા બાતમી મળી હતી કે મહેસાણાથી એક મીની ટ્રક નીકળી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. આ દારૂ અમદાવાદ ખાતે જઈ રહ્યો છે. જ્યાં એલસીબી સ્ટાફના માણસોએ નંદાસણ હાઇવે ઉપર આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે અલગ અલગ ટીમ બનાવીને વોચ ગોઠવીને ઉભા હતા. જે દરમિયાન GJ 26 T 9243 નંબરની મહેસાણા તરફથી ટ્રક આવી રહી હતી જેની શંકા પડતા એલસીબીએ ટ્રકને રોકી હતી.
ટ્રકમાં તપાસ કરતા મગફળીનું ભુસુ મળી આવ્યું હતું. જેમાં વધુ તપાસ કરતા વિદેશી દારૂની 863 પેઢીઓ (કિંમત રૂપિયા 37,81,656) જપ્ત કરવામાં આવી હતી. તેમજ વણારામ (રહે. રાજસ્થાન)ની એલસીબીએ ધરપકડ કરી હતી. તેમજ ટ્રક સાથે 47 લાખ 94 હજાર 474નો મુદ્દામાલ કબજે કરીને બે શખસો વિરુદ્ધ નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


