મહેસાણા એલસીબીએ સ્વીફટ કારનો પીછો કરી શરાબનો જથ્થો ઝડપ્યોં
કાર ચાલક ગુંજા રોડ ઉપર કાર મુકી ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો
Sohan Thkor – મહેસાણા તા. 20- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ગુંજા વડનગર હાઇવે રોડ પાસેથી એક સ્વીફ્ટ કારનો પીછો કરી કારમાંથી 1.53,654 લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી કુલ રુ. 6,53,654 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે કાર મુકી કાર ચાલક ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો.
મહેસાણા જિલ્લા પોલીસવડાએ મહેસાણા જિલ્લામાં ચાલતી પ્રોહિબીશનની પ્રવૃતિને ડામી દેવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ જે.પી.રાવના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, એએસઆઇ કેશરસિંહ, રમેશભાઇ, મહેશકુમાર, આકાશકુમાર, સહિત સ્ટાફના માણસો વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એએસઆઇ કેશરસિંહ તથા મહેશકુમારને સંયુક્ત બાતમી મળી હતી કે, સ્વીફ્ટ કાર નં. જીજે24-એએમ-0356નો ચાલક કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરીને જાસ્કાથી ઉમતા પાલડીના માર્ગે થઇ વિસનગર તરફ જવાનો છે.
જે બાતમી મળતાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ આ રસ્તા ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઉપરોક્ત નંબરવાળી સ્વીફટ કાર પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કરતાં સ્વીફટ કારના ચાલકે કાર ભગાડી મુકી હતી. જેનો એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરતાં કારનો ચાલક ગુંજા વડનગર હાઇવે રોડ પાસે કાર મુકી ફરાર થઇ ગયો હતો. જ્યારે એલીસબીએ સ્વીફટ કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી શરાબની 26 નંગ પેટી બોટલ નંગ 888 તથા છૂટી બોટલ નંગ 30 મળી કુલ 918 શરાબની બોટલ જેની કિંમત 1,53,654 તથા કાર મળી કુલ રુ. 6,53,654નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.