ખેરાલુ બસ સ્ટેશન પાસે ઉભો હોવાની બાતમીના આધારે આરોપીને દબોચી લેવાયોં
પાલીના સોજાત પોલીસ સ્ટેશનમાં આરોપીની જાણ કરી સોંપવાની તજવીજ હાથ ધરી
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – રાજસ્થાન રાજ્યના પાલી જીલ્લાના સોજાત સીટી પોલીસ સ્ટેશનમાં અકસ્માતના ગુન્હામાં છેલ્લા 14 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતા ફરતા આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખેરાલુ બસ સ્ટેશન પાસેથી દબોચી લીધો હતો.
પોલીસ પકડથી વિવિધ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા ઋષિકેશ ઉપાધ્યાયે આપેલી સૂચના મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદિપકુમાર, પીસી આકાશકુમાર, જોરાજી, જસ્મીનકુમાર, સંજયકુમાર, સહિત એલસીબીની ટીમ
કડી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પીસી જસ્મીનકુમાર તથા સંજયકુમારને ખાનગી રાહે સંયુક્ત માહિતી મળી હતી કે રાજસ્થાનના પાલી જિલ્લાના સોજાત સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માતના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર આરોપી ચૌધરી રમેશ માનસંગભાઇ રહે. ગોરીસણા તા. ખેરાલુવાળાને ખેરાલુ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી રાજસ્થાન પોલીસને જાણ કરી સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.