ગરવી તાકાત મહેસાણા : મહેસાણા LCBએ કડીના જેતપુરા GIDC વિસ્તાર માંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ડમ્ફરને ઝડપી પાડ્યું છે. LCBને બાતમી મળી હતી કે દેત્રોજથી અમદાવાદ તરફ એક ડમ્ફરમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસે જેતપુરા GIDC ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી.
નંબર પ્લેટ વગરનું ડમ્ફર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ચાલકે ડમ્ફર ફૂલ સ્પીડમાં ભગાડી મૂક્યું હતું. LCBના માણસોએ પીછો કરી ડમ્ફરને રોક્યું હતું. જો કે ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.ડમ્ફરની તપાસ કરતા વિદેશી દારૂની 193 પેટી મળી આવી હતી. જેમાં અલગ-અલગ બ્રાન્ડની બિયર સહિત કુલ 6348 બોટલ હતી.
જેની કિંમત રૂ. 10,45,260 છે. પોલીસે ડમ્ફર સહિત કુલ રૂ. 20,45,260નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBએ બાવલું પોલીસ મથકમાં અડાલજ નિવાસી ટ્રકના માલિક શંકરલાલ ડાંગી સામે ગુનો દાખલ કર્યો છે.આ કામગીરી LCBના PI એમ.બી. પઢીયાર, વિજયસિંહ લાલાજી, વનરાજસિંહ, જયસિંહ અને કિરણજી સહિતની ટીમે કરી હતી.