કડી તાલુકાના થોળ ગામે સ્મશાનગૃહની બાજુમાં આવેલી ઓરડીમાંથી મહેસાણા એલસીબીએ વિદેશી શરાબ ઝડપ્યોં

April 23, 2024

કડી તાલુકાના થોળ ગામેથી મહેસાણા એલસીબી 43 હજારનો વિદેશી શરાબનો જથ્થો ઝડપ્યોં 

થોળ ગામે આવેલા સ્મશાનગૃહની બાજુમાં આવેલી ઓરડીમાં શરાબનો જથ્થો સંતાડ્યો હતો 

થોળ ગામે વિદેશી શરાબનો વેપલો કરનાર બે શખ્સો સામે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો 

ગરવી તાકાત, મહેસાણા તા. 23 – (Sohan Thakor) –  મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કડી તાલુકાના થોળ ગામે આવેલા સ્મશાનગૃહની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી શરાબનો જથ્થો સંતાડ્યો હોવાની બાતમીના આધારે મહેસાણા એલસીબીએ ઓરડીમાંથી 43,537નો વિદેશી શરાબ ઝડપી પાડી એક શખ્સને ઝડપી પાડી બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં પ્રોહિબીશન, જુગાર તથા નશાલા માદક દ્રવ્યોની પ્રવૃતિ આચરતાં ઇસમો ઉપર વોચ રાખવા તેમજ નાસતા ફરતા શખ્સોને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાંં એલસીબી પીએસઆઇ એમ.પી.ચૌધરી, એએસઆઇ જયેશકુમાર, પીસી જસ્મીનકુમાર, અપોકો. સંજયભાઇ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો

તે દરમિયાન કડી તાલુકાના થોળ ગામે રહેતો ઠાકોર કિરણ રાજુજી થોળ ગામે આવેલા સ્મશાનગૃહની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી શરાબ સંતાડી તેનો વેપાર કરે છે. જે બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમ થોળ ગામે પહોંચી ઓરડીમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ બીયર મળી કુલ રૂપિયા 42,537 નો શરાબ ઝડપ્યો હતો. દારૂનો વેપલો કરનાર ઠાકોર કિરણ રાજુજીને ઝડપી લઇ ઠાકોર કિશોર રહે. વડાવી તા. કડી, જીલ્લો મહેસાણા વાળા વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0