ગરવી તાકાત મહેસાણા : મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમે બાતમી આધારે ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા નવ 9 વર્ષથી ફરાર આરોપીને મહેસાણા સાઇ બાબા મંદીર પાસે આવેલા સીટી બસ સ્ટેન્ડ પાસે થી ઝડપી પાડ્યો હતો
મહેસાણા જિલ્લા વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ ના આદેશથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ તથા ફરાર આરોપીઓની શોધખોળમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે,ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા નવ 9 વર્ષથી ફરાર આરોપી વસંતભાઇ રૂગનાથભાઇ ઠાકોર (રહે,મહેસાણા) આજરોજ મહેસાણા સાઇ બાબા મંદીર પાસે આવેલા સીટી બસના પીકઅપ સ્ટેન્ડ પાસે ઉભેલ છે.
જેબાતમી આધારે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો મહેસાણા સાંઇ બાબા મંદીર પાસે આવેલા સીટી બસના પીકઅપ સ્ટેન્ડ પાસે આવી આરોપી ને ઝડપી પાડ્યો હતો. મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપી ને ઝડપી આગળની વધુ કાર્યવાહી માટે મહેસાણા એ ડીવીઝન પોલીસ સ્ટેશન મોકલવામાં આવ્યો હતો.
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય — મહેસાણા