ગાંધીનગર રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવના આદેશથી મહેસાણા SP ત્યાગીએ LCB Pi ધડુક અને Psi જોષીને લીવ રીઝર્વ પર મુક્યાં
ગાંધીનગર મોનેટરીંગ સેલ દ્વારા કડીમાંથી જુગારધામ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસ અધિકારીની બેદરકારી હોવાના પગલે કાર્યવાહી હાથ ધરાઇ
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના છ અધિકારીઓની પણ તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે
ગરવી તાકાત, મહેસાણા તા. 13- (Sohan Thakor) – મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ચાલતાં જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા દરોડા પાડી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક કડી પંથકના પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને બેદરકારી છતી થઇ હતી. જેને પગલે મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી દ્વારા આ બાબતેની ગંભીરતા અને કડી પંથક પોલીસતંત્રના કર્મચારી તથા અધિકારીની બેદરકારીની ગંભીરતાને ધ્યાને ધરી પી.આઇ, પીએસઆઇ સહિત પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

જે મહેસાણા એસ.પીની કામગીરી અને કાર્યવાહી ઉચિત ગણાવી શકાય તેમ છે. પરંતુ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઇન્ચાર્જ મહિલા પી.આઇ આર.જે. ધડુક અને તાજેતરમાં જ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં સુંદર કામગીરી કરનાર પીએસઆઇ એચ.એલ.જોષીને ગાંધીનગર ડીજીપીના હસ્તે તેમની કામગીરીને બિરદાવી ઇ.કોપ એવોર્ડ આપી સન્માનિત કરી સારી કામગીરીને શુભેચ્છા પાઠવી હતી તેવા અધિકારી સામે ગાંધીનગર રેન્જ આઇ.જી વિરેન્દ્રસિંહ યાદવના આદેશથી મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ એલસીબીના આ બે અધિકારીને લીવ રીઝર્વ પર મુકી દેતાં સમગ્ર મહેસાણા જિલ્લા પોલીસતંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો એલસીબીના છ પોલીસ કર્મીની પણ તાત્કાલિક ધોરણે બદલી કરી દેવામાં આવી છે.
ઘોં ના પાપે પીપળો બળે તેમ કડી પંથકના સસ્પેન્ડ પોલીસતંત્રએ અધિકારી તથા કર્મીઓએ કરેલા પાપનો ભાર મહેસાણા એલસીબીના અધિકારીને ભોગવવાનો વારો આવ્યો છે. મહેસાણા ઇ.પીઆઇ ધડુકના નેતૃત્વ હેઠળ ચાર્જ સંભાળ્યાં બાદ પ્રોહિબીશન, જુગાર, વણઉકલ્યા ભેદ સહિતના ગુનાઓમાં મહત્વની ભૂમિકા નિભાવી છે તો છેલ્લા છ માસના સમયગાળા દરમિયાન એલસીબી પી.એસઆઇ એચ.એલ.જોષી પણ રોજબરોજ અનેક ગુનાઓ ઉકેલવામાં સફળ કામગીરી જોવા મળી છે. ત્યારે પોલીસતંત્રમાં એ પ્રકારની વાતો પણ વહેતી થઇ છે કે 100 કામ સીધા કરો અને 1 કામ ઉંધુ પડે તો જો ….બહુ કરી ભાઇ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


