વસાઇ ગોઝારીયા રોડ પર લૂંટ કરનાર ત્રિપૂટીને 10 લાખની રોકડ સાથે મહેસાણા એલસીબીએ દબોચી લીધા 

શેર કરવા અહીં ક્લિક કરો.

ગત રોજ વસાઇ ગોઝારીયા રોડ પર લૂંટારુઓએ 10 લાખની લૂંટ ચલાવી રફૂચક્કર થઇ ગયા હતા 

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા વસાઇ પોલીસની મદદથી લૂંટારૂઓ ગણતરીના કલાકોમાં ઝડપાયાં 

લૂંટારૂઓ પાસેથી પોલીસે 10 લાખ રોકડ તેમજ 71 હજારના મોબાઇલ કબજે કર્યા 

ગરવી તાકાત, વસાઇ તા. 13 – (Sohan Thakor) – વસાઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રોજ 10 લાખની લૂંટની ઘટના બની હતી. જે લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ વસાઇ પોલીસ કામે લાગી હતી. જેમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ત્રણેય લૂંટારૂઓને 10 લાખની રોકડ રકમ સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી દીધો હતો.

વસાઇમાં 10 લાખ રૂપિયાની લૂંટની ઘટના બનવા પામી હતી આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવાના મહેસાણા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સૂચનાથી ના.પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વમાં પીએસઆઇ એમ.પી.ચૌધરી, પીએસઆઇ એમ.ડી. ડાભી, વસાઇ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.આઇ.ચાવડા, એએસઆઇ ડાહ્યાભાઇ, પારખાનજી, શૈલેષકુમાર, હરીસિંહ, ઇજાજ અહેમદ, હેકો. મહેન્દ્રકુમાર, હેમેન્દ્રસિંહ, નિલેષકુમાર, રમેશકુમાર તથા એપીસી અબ્દુલ ગફાર વસાઇ પોલીસ સ્ટેશનમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવાની કામીગરીમાં હતા તે દરમિયાન એએસઆઇ શૈલેષકુમાર તથા હેકો નિલેષકુમારને ખાનગી રાહે સંયુક્ત રાહે બાતમી મળી હતી કે, એક મોટર સાયકલ ઉપર ત્રણ ઇસમો એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલી સાથે સવાર છે અને ત્રણેય ઇસમો પાસેની થેલીમાં રૂપિયાના બંડલો છે. જે શંકાસ્પદ ઇસમો સવાલા રોડથી મહેસાણા તરફ આવી રહ્યા છે.

જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા વસાઇ પોલીસના સ્ટાફે દેલા રોડ પાટીયા પાસે વોચ ગોઠવી દીધી હતી. આ દરમિયાન મોટર સાયકલ પર ત્રણ ઇસમો આવતાં તેમને કોડન કરી ત્રણેય ઝડપી નામઠામ પુછતાં ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જ્યારે તેમની પાસે રહેલા થેલામાં તલાસી લેતા તેમાંથી રોકડ રૂપિયા 10 લાખ ભરેલા હતા જેથી વધુ પુછપરછ કરતાં ત્રણેય ઇસમોએ કબુલાત કરી હતી કે ગત રોજ તા. 12-6-24ના રોજ વસાઇ ગોઝારીયા હાઇવે રોડ પર ચામુંડા માતાના મંદિર નજીક લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો જેથી વસાઇ પોલીસે ઇપીકો કલમ 392,114 મુજબનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 10 લાખ તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 10.71 લાખનો મુદ્દામાલ કબજે કરી જેલમાં ધકેલ્યાં હતા.

લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારૂઓ

(1) જીજ્ઞેશકુમાર ઉર્ફે ભોલો બાબુભાઇ બારોટ રહે. શ્રીનાથ સોસાયટી, આઇટીઆઇ પાછળ, વિસનગર

(2) ચંદ્રકાન્ત ઉર્ફે પીન્ટુ નીરંજનદાસ બારોટ રહે. ગાયત્રીનગર સોસાયટી, આઇટીઆઇ પાછળ, વિસનગર

(3) ઠાકોર મુકેશ રામાજી રહે. વાલમ, પીપલીયોવાસ તા. વિસનગર, જી. મહેસાણા 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.