મહેસાણા દૂધસાગર ડેરી પાસે ગુરુદ્વારા પાસે ચોરીના એકટીવા સાથે ઉભેલા ઇસમને ઝડપી પાડ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – અમદાવાદ તથા મહેસાણા જિલ્લાના અનડિટેક્ટ વાહન ચોરીના બે ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ વાહન સાથે એક ઇસમને મહેસાણા દૂધસાગર ડેરી સામે ગુરુદ્વારા પાસેથી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.
મહેસાણા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી પ્રોહિબીશન, વાહનચોરી સહિત નાસતા ફસતા આરોપીઓને ઝડપી પાડવાના મહેસાણા જિલ્લા ના. પોલીસ અધિક્ષક આર.આર.દેસાઇ સાહેબે આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી ટીમના પીએસઆઇ જે.એમ.ગેહલાવત, હેકો. પ્રદિપકુમાર, પોકો. આકાશકુમાર, સુહાગસિંહ, જોરાજી, જસ્મીનકુમાર, અબ્દુલગફાર, સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી મહેસાણા શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.
આ દરમિયાન મહેસાણા ગોપીનાળા તરફ આવતાં હેકો. પ્રદિપકુમાર તથા જોરાજીને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, ચૌધરી સંજય દિલીપકુમાર રહે. મેઘાલિયાસણ તા.જી.મહેસાણા વાળો મહેસાણા દૂધસાગર ડેરી સામે ગુરુદ્વારા પાસે એકટીવા નં. જીજે01-ઇડબલ્યુ-2366 સાથે ઉભો છે જે એકટીવા ચોરીનું છે જે મળેલ હકીકતના આધારે એલસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૌધી સંજયને ઝડપી પાડી વાહનના કાગળો માંગતાં કોઇ યોગ્ય જવાબ ન આપતાં તેમજ વધુ પુછપરછ કરતાં સદર ઉપરોક્ટ નંબર વાળું એકટીવા અમદાવાદ અચેર ચાર રસ્તા સાબરમતી અમદાવાદ ચેતન પાન પાર્લર પાસેથી ચોરી કરી હોવાનું કબુલાત કરી હતી.
જ્યારે વધુ પુછપરછ કરતાં આજથી આશરે વીસેક દિવસ અગાઉ મહેસાણા બી.કે.સર્કલ રાજુ પકોડી પાસે પાર્કિગ કરેલ એકટીવા નંબર જીજે02-ડીકયુ-9430 નંબરના એકટીવાની પણ ચોરી કરી હોવાની કબુલાત કરતાં મહેસાણા એલસીબીએ વાહનચોર ઇસમને મહેસાણા શહેર બી. ડિવીઝન પોલીસને હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.