આજથી સાત વર્ષ અગાઉ અડાલજના શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી જ્યુપીટરની ચોરી કરી હતી
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના બિલાડીબાગ વિસ્તારમાંથી શખ્સને દબોચી લીધો
ગરવી તાકાત, મહેસાણા તા. 07 – અડાલજ પોલીસ સ્ટેશન સાત વર્ષ અગાઉ નોંધાયેલા વણઉકલ્યા ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા શહેરના બિલાડી બાગ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લામાં અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા નાસતા ફરતાં આરોપીઓ તેમજ પેરોલ જમ્પ પર ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ઇન્ચાર્જ મહેસાણા જિલ્લા પોલીસવડા દિનેશસિંહ ચૌહાણે આપેલા માર્ગદર્શન મુજબ મહેસાણા એલસીબી પી.આઇ જે.જી.વાઘેલાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.પી.ચૌધરી, પોકો. જસ્મીનકુમાર, પોકો. અજયસિંહ, જોરાજી સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મહેસાણા જુના બસ સ્ટેન્ડ તરફ આવતાં પોકો. જસ્મીનકુમાર તથા જોરાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે,
મહેસાણા શહેરના બિલાડીબાગ નજીક જ્યુપીટર સાથે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભો છે જેની પાસે ચોરીનું જ્યુપીટર હોવાનું જણાવતાં એલસીબી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વિજય જયંતિજી ઠાકોર રહે. મૂળ રહે. વડનગર હાલ રહે. ઊંઝા પાટણ હાઇવે શ્રીનાથ ફલેટવાળાને જીજે01-ઇઝેડ-8917 નંબરના જ્યુપીટર સાથે ઝડપી લીધો હતો. જ્યારે વધુ પુછપરછ કરતાં આરોપીઓ જણાવ્યું હતું કે આજથી સાત વર્ષ અગાઉ સરખેજ હાઇવે પાસે અદાણી શાંતિગ્રામ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી જ્યુપીટરની ચોરી કરી હોવાની કબુલાત કરતાં આરોપીને ઝડપી પાડી અડાલજ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.


