સોમનાથ ચોકડી પાસે ચોરીના બાઇક સાથે ઉભેલા સરદારજીને મહેસાણા એલસીબીએ પકડી પાડ્યાં

June 3, 2023

પંદર દિવસ અગાઉ મહેસાણા પાંચ લીમડી વિસ્તારમાંથી ચોરાયેલા બાઇક સાથે વાહનચોર ઇસમ ઝડપાયો

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા સોમનાથ ચોકડી પાસેથી બાઇક ચોર ઇસમને ઝડપ્યોં

Sohan Thakor – મહેસાણા તા. 03- મહેસાણા જિલ્લામાં અનેક ટુ વ્હીલર ચોરીની બનાવો પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે તો સાથે સાથે મહેસાણા જિલ્લા પોલીસતંત્ર દ્વારા વાહનચોર ઇસમોને ચોરીના મોટર સાયકલ સાથે પકડી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યાં છે. ત્યારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા પાંચ લીમડી વિસ્તારમાંથી પંદરેક દિવસ અગાઉ ચોરાયેલા હોન્ડા સાઇન બાઇક સાથે બાઇક ચોર ઇસમને ઝડપી જેલમાં ધકેલ્યોં હતો.

મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ વાહનચોર શખ્સોને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ જે.પી.રાવની રાહબરી હેઠળ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ કેસરસિંહ, પિયુષકુમાર, મહેશકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા તે દરમિયાન કેસરસિંહ તથા પિયુષભાઇને બાતમી મળી હતી કે, સોમનાથ ચોકડી નજીક એક શખ્સ માથા ઉપર શિખની પાઘડી બાંધી શંકાસ્પદ હાલતમાં મોટર સાયકલ સાથે એક શખ્સ ઉભો છે. જે હોન્ડા સાઇન કંપનીનું મોટર સાયકલ નંબર જીજે૦૨-સીબી ૭૩૯૧ છે જે બાતમીના આધારે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળ પહોંચી શખ્સને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો.

જેનું નામ ઠામ પુછતાં તેને પોતાનું નામ સરદાર રાજેશસિંગ ગુરુમુખસિંગ રહે. ઉનાવા મીરાંદાતાર દરગાહની બાજુમાં આવેલા કાચા છાપરાં, તા.ઉંઝાવાળો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોટર સાયકલના કાગળો એલસીબીએ માંગતાં ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને કોઇ સંતોષકારક જવાબ ન આપતાં તેની વધુ પુછપરછ કરતાં તેને આ મોટર સાયકલ પંદરેક દિવસ અગાઉ મહેસાણા શહેરમાં ચોકની લીમડી પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. મહેસાણા એલસીબીએ સરદાર રાજેશસિંગને ઝડપી મોટર સાયકલનો કબજાે લઇ વાહનચોર શખ્સને એ ડિવિઝન પોલીસને સોપ્યોં હતો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0