જૂનાગઢના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિ.ના ગુનામાં ફરાર આરોપીને મહેસાણા એલસીબીએ ઝડપી લીધો

December 19, 2022

ગરવી તાકાત, મહેસાણા – જૂનાગઢના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતાં શખ્સને મહેસાણા એલસીબીએ ખાનગી બાતમીના આધારે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઇ જે.પી.રાવની સૂચના મુજબ કેશરસિંહ, ડાહ્યાભાઇ, દિનેશભાઇ, નિલેશકુમાર, પિયુષકુમાર, કિરીટસિંહ, રમેશભાઇ, મહેશકુમાર, પાર્થકુમાર, સહિતનો સ્ટાફ ઓફિસે કાર્યરત હતા તે દરમિયાન કેશરસિંહ અને નિલેશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, જુનાગઢ ચોરવાડ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી શેખ મહોમદ ઇમરાન રહે. શિલ્પા ચોકડી, રિદ્ધી મારુતિ ગેરેજ તા.જિ.મહેસાણા હાલ રહે. સવાલા વાળાને મહેસાણા માનવ આશ્રમ ચોકડી પાસેથી ઝડપી પાડી સીઆરપીસીની કલમ ૪૧ (૧).૧ મુજબ કાયદેસરની કાર્યાવાહી કરી ઉપરોક્ત આરોપીને ચોરવાડ પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0