મહેસાણા એલસીબીએ પાલાવાસણા સર્કલ પાસેથી અમદાવાદનો મોબાઇલ ચોરને ઝડપી પાડ્યોં 

July 21, 2023

કડી પાસે આવેલા ફન વર્લ્ડ વોટર પાર્કના લોકરમાંથી મોબાઇલની ઉઠાંતરી કરી હતી 

Sohan Thakor- મહેસાણા તા. 21- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા પાલાવાસણા સર્કલ પાસે ચોરીના મોબાઇલ સાથે ઉભેલા અમદાવાદના મોબાઇલ ચોર શખ્સને ઝડપી લીધો હતો. અમદાવાદના શખ્સે આ મોબાઇલ કડી પાસે આવેલા ફન વલ્ડ વોટર પાર્કના લોકરમાંથી ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું.

મહેસાણામાં નાસતાં ફરતા આરોપીઓને તેમજ અનડીટેક્ટ ગુનાઓને ઉકેલવા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ આપેલા આદેશ મુજબ મહેસાણા એલસીીબી પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વ હેઠળ મહેસાણા એલસીબી સ્ટાફના પીએસઆઇ એચ.એલ.જોષી, હે.કો.સાબીરખાન, જયેશકુમાર, સંજયભાઇ, જસ્મીનભાઇ, રવિકુમાર, ભાવિકભાઇ સહિતનો સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી મહેસાણા શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સંજયભાઇ તથા જસ્મીનભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

એક શંકાસ્પદ હાલતમાં મોબાઇલ સાથે શખ્સ પાલાવાસણા સર્કલ પાસે ઉભો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબની ટીમ ઘટા સ્થળ પર જઇને અમદાવાદના શાહપુર લોખંડ બજાર ફાયર બ્રિગેડ ઓફિસ પાસે ભાડાના મકાનમાં રહેતા 21 વર્ષીય પરમાર આકાશ ભાઈ રમેશભાઈ નામના આરોપીને ઝડપી લીધો હતો. આ બાબતે ઝડપાયેલા આરોપીએ એલસીબી  સમક્ષ કબુલાત કરી કે, આજથી ત્રણ માસ અગાઉ કડી તાલુકાના અલદેસણ ગામ પાસે આવેલા ગણેશ ફન વર્લ્ડ વોટરપાર્કના લોકરમા પડેલ બેગમાંથી 5,000 કિંમતનો મોબાઈલ ચોરી કર્યો હતો. બાદમાં તે ફરાર થઇ ગયો હતો હાલમાં પોલીસે આરોપીને ઝડપી મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0