મહેસાણા માનવ આશ્રમ સર્કલ પાસે ઉભેલા ફરાર આરોપીને દબોચી લેવાયો
ગરવી તાકાત, મહેસાણા – (Sohan Thakor) – વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરાર નાસતા ફરતા આરોપીને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણા શહેરના માનવ આશ્રમ સર્કલ પાસેથી ઝડપી પાડી જેલમાં ધકેલ્યોં હતો.
મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગીએ જિલ્લામાં નાસતાં ફરતાં આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ એસ.એસ.નિનામાના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો પ્રદિપકુમાર, રમેશભાઇ, રવિકુમાર, અજયસિંહ સહિતનો સ્ટાફ મહેસાણા શહેરમાં પેટ્રોલીંગમાં હતા
તે દરમિયાન પીસી અજયસિંહ તથા રવિકુમારને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત ગુનામાં ફરાર આરોપી મહેુલ હિતેન્દ્રકુમાર રહે. ઉંટવા, મહાદેવ મંદિરની બાજુમાં, તા. કડીવાળો શખ્સ મહેસાણા માનવ આશ્રમ ચોકડી પાસે ઉભો છે જે બાતમી મળતાં એલસીબીની ટીમ માનવ આશ્રમ ચોકડી પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડી વસ્ત્રાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


