બાઇક ચોરીની એક પછી ઘટનાઓને અંજામ આપનાર ‘‘ જય વીરું’’ ની જોડીને મહેસાણા એલસીબીએ ધોળે દિવસે તારા દેખાડતાં 6 ચોરીની કબુલાત કરી

July 26, 2023

વડોસણ અને આસજોલના રીઢા ચોર ઇસમો બાઇક ચોરી કર્યા બાદ નંબર પ્લેટ બદલી નાખતાં હતા 

બાલિયાસણ, કુકરવાડા, મહેસાણા તાલુકા સહિત પોલીસ મથકે વાહનચોરીની ફરિયાદો નોંધાયેલી છે 

મહેસાણા એલસીબીએ મહેસાણા રાધનપુર સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે આવેલા શખ્સોને દબોચ્યાં 

Sohan Thakor – મહેસાણા તા. 26- મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટર સાયકલ ચોરીના રીઢા ગુનેગારોને ઝડપી પાડવામાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતાં મળી હતી. જેમાં મહેસાણા એલસીબીએ મોટર સાયકલની ચોરીમાં મહારથ હાંસલ કરેલા વડોસણ અને આસજોલના શખ્સને રાધનપુર સર્કલ પાસેથી ઝડપી પાડ્યાં હતા. જેમાં આરોપીઓએ પાંચ મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરતાં મહેસાણા એલસીબીની ટીમે જેલમાં ધકેલી ચોરીના મોટર સાયકલ કબજે કર્યા હતા.

મહેસાણા જિલ્લામાં વાહન ચોર ટોળકીઓને ઝડપી પાડવાના આપેલા આદેશ મુજબ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ આર.જે. ધડુકના નેતૃત્વમાં પીએસઆઇ એમ.ડી.ડાભી, હેકો. વિજયસિંહ, લાલાજી, રમેશભાઇ, રાજેન્દ્રસિંહ, જયસિંહ, અક્ષયસિંહ, આજયસિંહ, આકાશભાઇ સહિત એલસીબીનો સ્ટાફ મહેસાણા મોઢેરા સર્કલ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન જયસિંહ તથા રાજેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, બે ઇસમો હીરો કંપનીનું સ્પેલન્ડર મોટર સાયકલ લઇ વડોસણ ગામથી પાલાવાસણા તરફ થઇ મહેસાણા રાધનપુર ચોકડી તરફ જવાના છે જે શંકાસ્પદ હાલતમાં છે. જે બાતમી મળતાં મહેસાણા એલસીબીની ટીમ બાતમીવાળી જગયાએ વોચ ગોઠવી દીધી હતી.

આ દરમિયાન મોટર સાયકલ લઇ આવતાં એલસીબીએ બે શખ્સોને અટકાવ્યાં હતા અને પુછપરછ કરતાં બંન્ને શખ્સો ગ્લ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જ્યારે વધુ પુછપરછ દરમિયાન ઇસમોએ જણાવ્યું હતું કે આજથી પંદર દિવસ અગાઉ શાહ એસ.ડી હાઇસ્કૂલની સામે આવેલ શુકન જવેલર્સ, કુકરવાડા ખાતેથી મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરતાં એલસીબીની ટીમે આરોપીની અટકાયત કરી હતી. જ્યારે આ શખ્સો અન્ય મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતની સઘન પુછપરછ કરતાં આરોપીઓએ વિરુદ્ધ ઇપીકો કલમ 379 મુજબ વાહન ચોરીના ગુના નોંધાયેલા છે. જેમાં મહેસાણા બી. ડિવિઝન, મહેસાણા તાલુકા પોલીસ તેમજ લાંઘણજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ મોટર સાયકલોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

એલસીબીના હાથમાં સપડાયેલા રીઢા વાહનચોર આરોપીના નામ 

ઠાકોર જયેશજી કાળાજી રહે. વડોસણ, ઉગમણોવાસ, તા.જી મહેસાણા

ઠાકોર રમેશજી લક્ષ્મણજી રહે. આજોલ, ઠાકોરવાસ, તા. બહુચરાજી

આરોપીઓને મોટર સાયકલોની ચોરી કરી હોવાની કબુલાત 

(1) આજથી દસ મહિના અગાઉ બાલીયાસણ હિરાપુરી મંદિર પાસેથી સ્પેલેન્ડર મોટર સાયકલની ચોરી કરી હતી.

(2) આજથી આશરે નવ માસ અગાઉ મહેસાણા આરટીઓમાં વહાણવટી ઝેરોક્ષની દુકાન પાસે પાર્ક કરેલા સ્પેલન્ડર મોટર સાયકલની ચોરી કરી કટોસણના ઇસમને 15 હજારમાં વેચી દીધું હતું.

(3) આજથી નવ માસ અગાઉ મહેસાણા પાલાવાસણા જનપથ હોટલ આગળ આશા પાન પાર્લરની બાજુમાં પાર્ક કરેલા સ્પેલેન્ડર મોટર સાયકલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

(4) આજથી આશરે પંદર દિવસ અગાઉ કુકરવાડા શાહ એસ.ડી હાઇસ્કૂલની સામે આવેલ શુકન જવેલર્સ પાસે પાર્ક કરેલા સ્પેલન્ડર મોટર સાયકલની ચોરી કરી હતી.

(5) આજથી આશરે આઠેક દિવસ અગાઉ દેદીયાસણ જીઆઇડીસીમાં આવેલ તક્ષશિલા વિદ્યાલયના પાર્કિગમાં પાર્ક કરેલા હોન્ડા કંપનીના ડ્રીમ ડિલક્સ મોટર સાયકલની ચોરી કરી હતી.

આજથી ત્રણ દિવસ અગાઉ મહેસાણા જનપથ હોટલ પાસે ટાટા મોટર્સની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલ બજાજ કંપનીના પલ્સર મોટર સાયકલની ચોરી કરી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0