ગરવી તાકાત, મહેસાણા તા. ૦૭
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઊંઝા પાસા હેઠળના આરોપી ઠાકોર વિક્રમજીની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યોં હતો.
મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ મારમારી, ખૂનની કોશિશ, તથા લૂંટના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓની અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવા તથા આવી પ્રવૃતિઓ ડામવા સારુ અટકાયતી પગલા ભરવાની કામગીરી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જે અંતર્ગત ઊંઝા પોલીસ સ્ટેશન તરફથી પાસા દરખાસ્ત કરી અત્રે મોકલતાં દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણાનાઓના તરફ મોકલતાં તેઓએ આવી બજવણી કરવા સારુ એલસીબી પી.આઇ જે.પી.રાવનાઓએ દિનેશકુમાર, ડાહ્યાભાઇ , ઇશ્વરભાઇ, તથા નિલેષકુમાર, પાર્થકુમાર સહિત એલસીબી સ્ટાફ પાસા વોરંટના આરોપી ઠાકોર વિક્રમજી ઉર્ફે વસુલી ભુરાજી રહે. ઉંઝા શ્યામવિહાર ફલેટની પાસે, ઊંઝા વાળાની અટકાયત કરી રાજકોટ ખાતે મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યોં હતો.