મહેસાણા એલસીબીએ આઇપીએલનો ક્રિકેટ સટ્ટો રમાડતાં શખ્સને ઝડપી પાડ્યોં 

May 4, 2023

ઊંઝાના દાસજ રોડ નજીક મોબાઇલ પર બે શખ્સો ક્રિકેટ સટ્ટો રમાડતાં હતા 

એક શખ્સને સટ્ટો રમાડતાં શખ્સને 21900ના મુદ્દામાલ સાથે પકડી લીધો 

ગરવી તાકાત, મહેસાણા તા. 04- મહેસાણા એલસીબીની ટીમ મહેસાણા ટાઉનમાં પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ખાનગી મળેલી બાતમીના આધારે આઇપીએલની મેચ પર બે શખ્સો સટ્ટાનો નેટવર્ક ચલાવી રમી રમાડી રહ્યા છે જેના આધારે મહેસાણા એલસીબીની ઘટના સ્થળ પર પહોંચી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

હાલમાં આઇપીએલની ક્રિકેટ મેચ ચાલતી હોય છૂને છપને અનેક સટ્ટોડીયા સટ્ટાનો જુગાર રમી રમાડી રહ્યા છે. ત્યારે આવો ક્રિકેટ સટ્ટો રમતાં રમડતાં શખ્સોને ઝડપી પાડવા મહેસાણા જિલ્લા પોલીસવડા અચલ ત્યાગી તથા ઇન્ચાર્જ પોલીસવડા ડી.એમ.ચૌહાણના માર્ગદર્શન મુજબ એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં મહેસાણા એલસીબી ટીમના  પો.સ.ઇ એચ.એલ.જોષી તથા પો.સ.ઇ , એમ.ડી.ડાભી નાઓની ટીમ કાર્યરત હતી દરમ્યાન ASI આશાબેન, ડાહયાભાઇ, દિનેશભાઇ તથા HC નિલેશકુમાર, શૈલેષકુમાર વિગેરે પોલીસ સ્ટાફના માણસો મહેસાણા ટાઉનમાાં વિસ્તારમાાં પેટ્રોલીંગમાાં હતા

દરમ્યાન રાધનપરુ રોડ ઉપર એસ્સાર પેટ્રોલપપાં નજીક આવતાં ASI ડાહ્યાભાઈ તથા દિનેશભાઈ ખાનગી હકીકત મળેલ કે, બાવન નેળીયા તરીકે ઓળખતા વિસ્તારની સાંકેત કોમપ્લેક્સના પાર્કિગની ખુલ્લી જગ્યામાં પટેલ વૈકુઠકુમાર ભરતભાઈ રહ-ે જોટાણાવાળાઓ પોતાના માણસો રાખી કમીશનથી અલગ અલગ મોબાઇલ ફોનમાાં અલગ અલગ આઈ.ડી રાખી મોબાઇલ ફોનમાાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડે છે અને હાલમાાં ચાલુઆઇ.પી.એલ.લખનૌઉ સુપર જાયન્ટ તથા ચેન્નઇ સપુર કિગ્સ વચ્ચે લખનૌઉ ખાતે રમાઇ રહલે ક્રિકેટ મેચના જીવંત પ્રસારણનો સ્કોરબોડમ મોબાઇલ ફોનમાાં એપમાાં જોઇ તેના ઉપર પોતાના અંગત આથીક ફાયદા સારૂ મોબાઇલ ફોન ઉપર ક્રિકેટના સટ્ટા-બેટીંગનો હારજીતનો જુગાર રમે છે. જે હકીકત આધારે મહેસાણા એલસીબીની ટીમ સંજય જીવરામભાઇ રહે. ઊંઝા સારથી ગ્રીનસીટી દાસજ રોડ નજીક સટ્ટો રમતો ઝડપી પાડ્યો હતો જેની પાસેથી રોકડ સહિત કુલ 21900નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે ક્રિકેટ સટ્ટામાં ફરાર અન્ય એક શખ્સ વૈકુઠ ભરતભાઇ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0