ગરવી તાકાત મેહસાણા: મહેસાણા જિલ્લામાં ગુજસીટોક તેમજ મર્ડરના ગંભીર ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી આગળની તપાસ હાથ ધરી છે. કટોસણના 10 આરોપીઓમાંથી પાંચ આરોપીઓ અગાઉ પોલીસે ઝડપ્યા હતા. જ્યારે બે આરોપીઓને પોલીસે આજે ઝડપ્યા છે. જોકે, ત્રણ આરોપીઓ હજુ ફરાર છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લામાં ગુનાઓ અચરતી ટોળકી વિરુદ્ધ કડક પગલાં લેવા માટે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓ સૂચના આપી હતી.
કટોસણ ગામના દસ જેટલા નામચીન આરોપીઓ મહેસાણા જિલ્લામાં અનેક વાર ભેગા મળીને ખૂન તથા ખૂનની કોશીશ જેવા ગંભીર પ્રકારના ગુનાઓ કરી નાસ્તા ફરતા હોય છે. જેને લઇને પોલીસે આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં અગાઉ આવા ગુનામાં સંડોવાયેલા પાંચ જેટલા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. જ્યારે બાકી રહેલા આરોપીને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે આરોપી આનંદ હરિસિંહ ઝાલા અને મહેન્દ્ર ઝલમસિંહ ઝાલાને ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા આરોપી આનંદ પર અગાઉ સાંથલમાં 2 અને દેત્રોજમાં 1 ગુનો દાખલ છે. જ્યારે મહેન્દ્ર પર સાંથલ પોલીસ મથકમાં બે અને દેત્રોજમાં 1 ગુનો દાખલ છે. હાલમાં પોલીસે બે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.