— જમીન પચાવી પાડવા મામલે નાસતો ફરતો આરોપી ઝડપાયો
— ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
— ચાની લારી પરથી પોલીસે ઝડપ્યો આરોપી
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા સિવિલ પાસેથી એલ.સી.બી.એ જમીન પચાવી પાડવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો.જોટાણાના આરોપી સામે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ છે
મહેસાણા એલ.સી.બી.એ સિવિલ હોસ્પિટલ પાસેથી ચાની લારી પર ચા પી રહેલ જમીન પચાવી પાડવાના ગુનામાં નાસતા ફરતા જોટાણાના આરોપીને દબોચ્યો હતો. આરોપી સામે ગાંધીનર ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે.
ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકમાં જમીન પચાવી પાડવા સહીત ગુનામાં જોટાણાનો પ્રધ્યુમનસિંહ દિલીપસિંહ ચાવડા નાસતો ફરતો હોય અને આ આરોપી મહેસાણા શહેરમાં સિવિલ હોસ્પિટલ પાસે હાજર હોવાની બાતમી એલ.સી.બી. મહેસાણાના એ.એસ.આઇ. દિનેશભાઇ રામજીભાઈ અને ડાહ્યાભાઈ ગણેશભાઈને મળતા એલ.સી.બી.ની ટીમે મહેસાણા સિવિલ હોસ્પિટલ પાસે ચાની લારી પર સવારે ચા પી રહેલા પ્રધ્યુમનસિંહ દિલીપસિંહ ચાવડાને કોર્ડન કરીને પકડી લીધો હતો અને ત્યારબાદ ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે સોંપ્યો હતો
તસવિર અને આહેવાલ : નાયક અક્ષય- મહેસાણા