મહેસાણાના વકીલ સાથે કેનેડાના વિઝા નામે 17.50 લાખની છેતરપિંડી, એજન્ટ ઓફિસ બંધ કરી ફરાર…

February 14, 2026

ગરવી તાકાત મહેસાણા : વિદેશ જવાની ઘેલછામાં વધુ એક પરિવાર છેતરપિંડીનો ભોગ બન્યો મહેસાણાના મોટપ ગામના રહેવાસી અને વ્યવસાયે વકીલ શંકરલાલ બાબુલાલ નાયીએ પોતાની દીકરીને કેનેડા મોકલવા માટે રાધનપુર રોડ પર આવેલી ‘સીધવ એમેજીંગ’ રાધે વિઝા નામની ઓફિસના સંચાલક ધવલ સુરેશભાઈ પટેલનો સંપર્ક કર્યો એજન્ટ ધવલે વર્ક પરમિટ અપાવવાનો વિશ્વાસ આપી કુલ 33 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું.

સ્ટુડન્ટ વિઝા અપાવવાના નામે 3 લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ, વિજાપુરની શુભ  ઓવરસીસના સંચાલકો સામે ફરિયાદ દાખલ | Mehsana News Fraud on the name of  student visa fir ...

એપ્રિલ 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન વકીલે એજન્ટને કટકે-કટકે RTGS, ઓનલાઇન ટ્રાન્સફર અને રોકડ મળી કુલ 17,50,000 રૂપિયા ચૂકવ્યા વિશ્વાસ કેળવવા માટે એજન્ટ ધવલે વકીલની દીકરીના મોબાઈલ પર કેનેડાના વિઝા મંજૂર થયા હોવાના ખોટા ફોટા અને પાસપોર્ટ પ્રિન્ટિંગ રિક્વેસ્ટ પણ મોકલી જોકે, પૈસા મેળવી લીધા બાદ એજન્ટ ધવલ પટેલ પોતાની ઓફિસ બંધ.

ગાયબ થઈ ગયો વકીલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ધવલ પટેલ સામે અગાઉ પણ વિઝા ફ્રોડની ફરિયાદો નોંધાયેલી જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025 સુધીમાં નાણાં પરત આપવાનો વાયદો કર્યા બાદ પણ રકમ ન મળતા અંતે વકીલે મહેસાણા તાલુકા પોલીસ મથકે ધવલ પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0