મહેસાણા એલસીબીની ટીમે 15 હજારના મુદ્દામાલ સાથે ક્રિકેટ સટ્ટો રમાડતાં શખ્સને ઝડપી લીધો
મહેસાણામાં પકડાતાં એકલ દોકલ સટ્ટોડીયા પાસેથી પાંચ દસ હજારના મત્તા સિવાય ફદિયું પણ હાથ લાગતું નથી
મહેસાણા બાયપાસ ડી-માર્ટની સામે આઇપીએલ મેચ પર સટ્ટો રમાડી રહ્યો છે
ગરવી તાકાત, મહેસાણા તા. 09- હાલમાં ચાલી રહેલી આઇપીએલની મેચમાં મહેસાણા જિલ્લામાં મોટા પ્રમાણમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર ખાનગી જગ્યાઓ પર રમાઇ રહ્યો છે જેમાં મહેસાણા તેમજ ઊંઝામાં લાખો કરોડો રુપિયાનો ક્રિકેટ સટ્ટો ખેલાઇ રહ્યો છે. પરંતુ પોલીસના હાથમાં આવતાં અને મોબાઇલ એપ પર ક્રિકેટ સટ્ટો રમાડતાં શખ્સો પાસેથી ફદીયું પણ પકડાતું નથી માત્ર પાંચ દસ હજારનો મુદ્દામાલ પોલીસના હાથમાં આવે છે.
જ્યારે મોબાઇલ પર લાખો રુપિયાનો ક્રિકેટ સટ્ટો ખેલાઇ ગયો હોય છે. ત્યારે તાજેતરમાં આ ત્રીજી ચોથો શખ્સ મોબાઇલ પર ક્રિકેટ સટ્ટો રમતો રમાડતો પકડાયો છે પરંતુ પોલીસ મોટા માથાઓની લીંક પકડવામાં સફળ સાબિત થતી જોવા મળી રહી નથી. એકલ દોકલ પકડાતાં સટ્ટોડીયા પાસેથી માંડ પાંચ દસ હજારના મુદ્દામાલ સિવાય પોલીસને કઇ હાથ લાગતું નથી. જેમાં વધુ એક સટ્ટોડીયાને મહેસાણા બાયપાસ ડી-માર્ટ પાસેથી 15 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવના નેતૃત્વમાં પીએસઆઇ એચ.એલ.જાેષી, એએસઆઇ દિલિપસિંહ, રાજેન્દ્રસિંહ, સાબીરખાન, સન્નીકુમાર, પાર્થકુમાર, ભાવિકકુમાર, રવિકુમાર સહિતનો પોલીસ સ્ટાફ મહેસાણા શહેરમાં પોલીસ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સાબિરખાન તથા પાર્થકુમારને ખાનગી બાતમી મળી હતી કે, મહેસાણા બાયપાસ રોડ ડી-માર્ટની સામે સોમનાથ પાર્લરની સામે એક ઇસમ મોબાઇલ ફોનમાં આઇડી રાખી ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડી રહ્યો છે. અને હાલમાં ચાલતી મેચ પર મોબાઇલ ફોનમાં એપથી ક્રિકેટ સટ્ટો રમાડી રહ્યો છે જે બાતમીના આધારે મહેસાણા એલસીબી સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી રામચંદ્ર નટવરલાલ સોની રહે. પાંચોટ ગામ વાડીની પાછળ, તાજી, મહેસાણાવાળાને ૧૫ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.