-> મંત્રીશ્રીએ મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી :
-> મંત્રીશ્રીએ બસ સ્ટેશનમાં આવેલા મુસાફરો સાથે સહજ સંવાદ કર્યો :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી તથા વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ તથા વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રવીણભાઈ માળીએ આજરોજ મહેસાણા જિલ્લાની મુલાકાત દરમિયાન મહેસાણા બસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેમજ મુસાફરો તેમના ગંતવ્યસ્થાન સુધી સલામત રીતે પહોંચી જાય તે પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

મંત્રીશ્રીએ બસ સ્ટેશનની મુલાકાત દરમિયાન સૌપ્રથમ બસ સ્ટેશનમાં સેનિટેશનની વ્યવસ્થાની જાત ચકાસણી કરી હતી અને તેમાં સમયાંતરે સાફ-સફાઈ થઈ જાય તે જોવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ કંટ્રોલ પોઇન્ટની મુલાકાત લઇ કંટ્રોલ પોઇન્ટ પર કઈ ઇન્કવાયરી વધુ આવે છે તેની પૃચ્છા કરી જે રૂટની વધુ ઇન્કવાયરી આવતી હોય તે રૂટમાં સમયસર બસની વ્યવસ્થા થઈ જાય તે માટે કંટ્રોલ પોઇન્ટના કર્મચારીને ડેપો મેનેજરને જાણ કરવા સૂચના આપી હતી.

વધુમાં મંત્રીશ્રીએ બસ સ્ટેશનમાં આવેલા મુસાફરો સાથે સહજ સંવાદ કરી દરેક પ્લેટફોર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીએ બસ સ્ટેશનમાં સ્વચ્છતા સંદર્ભે વિશેષ ઝુંબેશ હાથ ધરવા એસટી વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું. આ મુલાકાત દરમિયાન લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, GCMMF ના ચેરમેનશ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી , અગ્રણીશ્રી

