મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીએ વધુ એક વિવાદનો મધપુડો છંછેડ્યોં 

March 22, 2023

સુંઢિયાના મહિલા સદસ્યના પતિને ડ્રોનથી દવા છંટકાવનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો   

પંચાયત ધારાની કલમ 30 મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યના સગાને કોન્ટ્રાક્ટ આપી શકાય નહી

ગરવી તાકાત, મહેસાણા તા. 22 – મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમપ્રકાશ ફરી એક વખત વિવાદમાં સપડાયાં છે. મહેસાણા જિલ્લા પંચાયતનો વધુ એક ભોપાળુ બહાર આવ્યું છે. જેમાં ડ્રોનથી દવા છંટકાવવાનો કોન્ટ્રાક્ટ સુંઢિયા જિલ્લા પંચાયતની બેઠકના મહિલા સભ્ય ભાવિશાબેન પટેલના પતિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જો કે જિલ્લા વિકાસ અધિકારીીએ જિલ્લા પંચાયતના નિયમોને ધરાર નેવે મુકીને મહિલા સદસ્યના પતિને કોન્ટ્રાક્ટ આપી નવો મધપૂડો છંછેડ્યોં છે.

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટ આપતી વખતે એ વાતનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું કે, પંચાયત ધારાની કલમ 30 મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યના સગાને કોન્ટ્રાક્ટ આપી શકાય નહી. તેમ છતાં સુંઢિયા મહિલા સદસ્યના પતિને પ્રાઇમ યુ એવી કંપનીને આ કોન્ટ્રકટ આપી દેવામાં આવ્યો જે ગેરકાયદસેર ગણી શકાય છે. પ્રાઇમ યુ એવી કંપનીના સઇઓ સુંઢિયા મહિલા સદસ્યના પતિ છે. ટેન્ડર આપ્યા બાદ જિલ્લા પંચાયત અને પ્રાઈમ યુ એ વી વચ્ચે થયેલા લેખિત કોન્ટ્રાકટમાં પણ સીઇઓ નું નામ સ્પષ્ટ કરવુ પડે તેમ છતાં કોઇ બાબતની સ્પષ્ટતાં કરવામાં આવી નહી અને ડ્રોનથી દવા છાંટવાનો કોન્ટ્રાક્ટ મહિલા સભ્યના પતિને આપી દેવામાં આવ્યોં.

આમ છતાં જિલ્લા પંચાયત ના જવાબદાર અધિકારી જિલ્લા વિકાસ અધિકારી એ આ બાબત ને કેમ અવગણી તે એક સવાલ? આરોગ્ય સમિતિના તાબાની બાબત હોવા છતાં કારોબારી એ કેમ બિલ ચૂંકવણી કરવામાં આવી.  જિલ્લા પંચાયતના નિયમો કોના માટે નેવે મુકવામાં આવ્યા? સરપંચો સામે પંચાયત ધારા બો કોરડો વીંઝનાર જિલ્લા પંચાયત એ પોતાના સભ્ય માટે કેમ નિયમ બદલ્યો? પંચાયત ધારા ની જોગવાઈ મુજબ કેમ સભ્ય ને હોદ્દા ઉપરથી દુર કરવાની દરખાસ્ત ન કરાઇ? આવા અનેક સવાલો જિલ્લા પંચાયતના અધિકારી ડો. ઓમપ્રકાશની કામગીરી સામે ઉઠી રહ્યા છે.

મહત્વનું છે કે, જિલ્લા વિકાસ અધિકારી ઓમ પ્રકાશે આ અગાઉ પણ તળેટીના સરપંચ સહિત હોદ્દેદારોને દૂર કરી વિવાદમાં સપડાયાં હતા અને ફરી એકવાર કોન્ટ્રાક્ટ આપવાના મામલે ફરી ઘેરાયાં છે. જિલ્લા વિકાસ અધિકારી પોતાની ફરજ અને નિષ્ઠા નિભાવવામાં બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0