ગરવી તાકાત મહેસાણા : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની કચેરીઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો હવે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો આ ધમકી કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવી હોવાનું સામે આવ્યું ઘટનાની વિગત મુજબ મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈ-મેલ હેન્ડલ પર અજાણ્યા શખ્સ દ્વારા કોર્ટ સંકુલને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ મળ્યો ધમકીભર્યા મેલની જાણ થતા જ કોર્ટ પ્રશાસન અને પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું.

સુરક્ષાના કારણોસર સાવચેતીના પગલાં રૂપે તાત્કાલિક ધોરણે આખું કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું કોર્ટમાં હાજર વકીલો, અસીલો અને કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર મોકલી દઈ મેઈન ગેટ બંધ કરી દેવામાં આવ્યો ઘટનાની ગંભીરતાને જોતા પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસર ખાતે ખડકી દેવામાં આવ્યો પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા હાલ સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું આ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી અવારનવાર કોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાઓને નિશાન બનાવવાની ધમકીઓને પગલે હાલ લોકોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળ્યો.
![]()
કોર્ટ પરિસરને નિશાન બનાવવાની ધમકી મળ્યા બાદ તકેદારીના ભાગરૂપે ગાંધીનગરથી બોમ્બ સ્કવોડની વિશેષ ટીમ મહેસાણા દોડી આવી બોમ્બ સ્કવોર્ડની સાથે ડોગ સ્કવોર્ડ પણ જોડાઈ અને કોર્ટના ખૂણેખૂણામાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અચાનક આવી પડેલી આ આફતને પગલે કોર્ટમાં આવેલા વકીલો,અસીલો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો પોલીસે સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરને કોર્ડન કરી લીધું આ ઈ-મેઈલ કોણે અને કયા હેતુથી મોકલ્યો તે દિશામાં સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી હાલમાં સમગ્ર કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને સઘન ચેકિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી.


