મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા : 55 લોકોનું સ્થળાંતર કરાયું

August 24, 2022

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના ધોબીઘાટ નજીક કેટલાક પરિવારોના મકાનોમાં પાણી ઘુસી જતા ત્યાં રહેતા પરિવારોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.મહેસાણા શહેરમાં ધોબીઘાટ ફાયર સ્ટેશનની બાજુમાં તળાવ પાસે કેટલાક મકાનો આવેલા છે. આ મકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા ત્યાં રહેતા પરિવારને હાલાકી પડી રહી છે.

ત્યારે પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને રહેવું પણ મુશ્કેલ બન્યું છે. તેને લઈને હાલમાં કેટલાક લોકો રોડની સાઈડમાં પોતાનો સામાન લઈ વસવાટ કરી રહ્યા છે. અત્યારે મહેસાણા પાલિકા દ્વારા બચાવની કામગીરી કરી ફાયર સ્ટેશન પાસે આવેલી ઝૂંપટ્ટીમાં રહેતા 55 લોકોનું સ્થળાંતર કર્યું હતું. આ લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા મહેસાણા પાલિકાની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0