મહેસાણા : મહેસાણા મામલતદાર કચેરીના ATVT સેન્ટર ખાતે આવક, જાતિ, ક્રિમિલિયર સહિતના દાખલા લેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ વધી છે. ધોરણ 10 અને 12ના પરિણામ બાદ નવા સત્ર માટે જરૂરી દાખલા માટે અરજદારો સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઊભા રહે છે. સેન્ટર સવારે 10.30 વાગ્યે શરૂ થાય છે અને બપોરે 2 વાગ્યા સુધી અરજી સ્વીકારવામાં આવે છે.
ત્યાર બાદ દરવાજો બંધ કરી દેવામાં આવે છે. અરજદારો લાઇનમાં હોવા છતાં બપોરે 2 વાગે દરવાજો બંધ થતાં નિરાશ થઈ પરત ફર્યા. આ અરજદારોએ બુધવારે ફરી લાઈનમાં ઊભા રહેવું પડશે અને દાખલા માટે ધક્કો ખાવો પડશે. ધસારો વધુ હોવાથી સમય સાંજે 5 વાગ્યા સુધીનો કરવો જોઈએ. નહીં તો અરજી સ્વીકારનાર ટેબલ વધારવા જોઈએ. લાઇનમાં ઊભા રહેલા લોકોને ટોકન આપી
તાલુકા મામલતદાર ગૌતમ વાણિયાએ જણાવ્યું કે, હાલ રોજ 500 જેટલી અરજીઓ આવે છે. એટીવીટીમાં 5 ઓપરેટર અને નાયબ મામલતદાર કાર્યરત છે. બપોરે 2 વાગ્યા સુધી અરજી લેવાય છે. ત્યાર બાદ દાખલા અને પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવે છે. રાત્રે 8 વાગ્યા સુધી સહી કરીને શહેરી અરજદારોને એટીવીટીમાંથી અને ગ્રામ્ય અરજદારોને તાલુકા પંચાયતમાંથી દાખલા આપવામાં આવે છે.


