ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના પિલાજી ગંજ વિસ્તારમાં નટરાજ હોટલ પાસે આવેલ એક્સિસ બેંકના ATMમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. એક શખ્સ મોડી રાત્રે ATMમાં પ્રવેશ્યો હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માથે કાળી બેગ પહેરી શખ્સે ATMની અંદર રહેલા CCTV કેમેરા અને મશીનની તોડફોડ કરી..

બેથી ત્રણ કલાક સુધી મથ્યા બાદ પણ તે ATM મશીન તોડવામાં નિષ્ફળ રહ્યો ત્યારબાદ તે ખુલ્લા મોઢે બહાર નીકળ્યો. ATM બહાર લગાવેલા બેંકના કેમેરામાં આરોપીનો ચહેરો કેદ થયો હતો મહેસાણા એ-ડિવિઝન પોલીસે આ ફૂટેજના આધારે તેની ઓળખ કરી.

અને બનાવના ગણતરીના કલાકોમાં જ પોલીસે સ્લિમ ઉર્ફે રેમ્બો હેદરભાઈ બહેલીમ ( રહે. સેતાવાડ કસ્બા, મહેસાણા)ની ધરપકડ કરી આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો.


