ગરવી તાકાત અમરેલી : ગુજરાતમાં સૌ કોઇ કાળઝાળ ગરમીથી કંટાળી ગયા છે ત્યારે લોકો હવે મેઘરાજાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, આવાાં કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે. પરંતુ રાજ્યમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો.
આજે એકાએત સાવરકુંડલા પંથકમાં વાતાવરણ પલ્ટાયુ હતું. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
આજે અમરેલીના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યા બાદ મેઘરાજાનું આગમન થયું છે. આજે બપોર પછી સાવરકુંડલાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઇ હતી. હાલમાં લાઠીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યાં જ ઉત્તર ગુજરાતમાં પણ મેઘારાજા મહેરબાન થયા છે અને પાટણમાં વરસાદ પડી રહ્યો છે.
અમરેલીના લાઠી પંથકમાં પણ વરસાદનું આગમન થતા લોકો ઝુમી ઉઠ્યા હતકા અને અસહ્ય બફારા બાદ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યાં જ લાઠીના હરસુરપુર દેવળીયા, શેખ પીપરીયા, કેરીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
અમરેલીના સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશીયાળી, ભમોદ્રા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરાં પણ વરસ્યા હતા. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી હતી.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતિએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જોકે, આઠમી જૂનથી 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. સુરત, નવસારી, વલસાડ તેમજ ભાવનગર અને અમરેલીમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ પણ થવાની શકયતા છે. જોકે, ચોમાસા માટે રાહ જોવી પડશે.”
હાલ રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે તાપમાન 42 ડીગ્રી આસપાસ નોંધાયા રહ્યું છે. અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે. જોકે, 24 કલાક બાદ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટવાની શકયતા છે. બીજી તરફ તાપમાન ઘટવા છતાં હવામાં ભેજનું પ્રમાણે વધારે રહેવાથી બફારનો અહેસાસ થશે.