કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કેન્દ્રીય કૃષિ કાનુનોના વિરોધમાં પ્રદર્શન કરી રહેલ કિસાનોની વિરૂધ્ધ અપમાનજક ટીપ્પણી કરી છે.તેમણે કહ્યું કે આંદોલન કરી રહેલ કિસાન નહીં મવાલી છે.આ બાબતને ધ્યાનમાં પણ લેવી જાેઇએ કૃષિ કાનુનોના વિરોધના નામ પર જે ચાલી રહ્યું છે તો અપરાધિક ગતિવિધિઓ છે આ બધુ એક એજન્ડા હેઠળ થઇ રહી છે.તેમણે કહ્યું કે 26 જાન્યુઆરીએ જે કાંઇ થયું હતું તે પણ શર્મનાક હતું વિરોધ પક્ષોએ કિસાનોની આડમાં આવી વસ્તુઓને પ્રોત્સાહન આપ્યું છે.
આ પહેલા ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ ભારતની વિરૂધ્ધ કેટલીક શક્તિઓના સક્રિય થવા અને અરાજક તત્વો દ્વારા ગૃહ યુધ્ધ ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું હતું કે જયારે દુનિયા કોરોના વાયરસ મહામારીના સંકટમાંથી પુરી રીતે બહાર આવી નથી ત્યારે કિસાનોના નામ પર થઇ રહેલ પ્રદર્શનની આડમાં લાલ કિલાની ધટના એ વાતને સ્પષ્ટ કરે છે.
ભાજપ સાંસદે પરોક્ષ રીતે દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલ કિસાનોના પ્રદર્શન તરફ ઇશારો કરતા કહ્યું હતું કે અમે દેશના એક ખુણામાં બેઠેલા કેટલાક મુઠ્ઠીભર લોકોની વાત કરી રહ્યાં છીએ જે મરતીયા છે.તે અમીર લોકો છે જે પૈર મસાજ કરાવી રહ્યાં છે પિઝઝા પાર્ટી કરી રહ્યાં છે. આ સાથે જ તેમણે કહ્યું હતું કે અમે જાેઇ રહ્યાં છીએ કે અરાજક તત્વ દેશમાં ગૃહ યુધ્ધનો પ્રયાસ કરી રહ્યાં છે. લેખીએ કહ્યું કે ગત વર્ષ નાગરિકતા સંશોધન કાનુન બાદ દિલ્હીમાં તોફાનો થયા હતાં અને તે રીતેની હિંસા 26જાન્યુઆરીએ લાલ કિલા પર થઇ હતી.