અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

#मैं_भी_राहुल : Twitter પર કેમ ટ્રેન્ડ કરી રહ્યો આ હેશટેગ ?

August 12, 2021

દિલ્હીના કેંટ વિસ્તારમાં 9 વર્ષીય બાળકીનો ગેંગ રેપ કરી તેને સળગાવી દેવામાં આવી છે. આ મામલાએ વેગ પકડતાં દરેક વિપક્ષી પાર્ટી પીડિતાના પરિવારને ન્યાય અપાવવા પ્રયત્નો કરી રહી છે. એવામાં રાહુલ ગાંધીએ બાળકીના માતા- પિતાનો ફોટો શેર કરી એક ટ્વીટ કર્યુ હતુ. જેને પગલે રાહુલ ગાંધીનુ એકાઉન્ટ લોક કરવામાં આવ્યુ છે. આ સીવાય કોંગ્રેસના રણદીપ સુરજેવાલા, અજય માકન, સુસ્મીતા દેવ અને મણીકમ ટાગોરનુ પણ એકાઉન્ટ લોક કરવામાં આવ્યુ છે. 

ટ્વીટર ઈન્ડીયાએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ છે કે,  કોઈ પણ એકાઉન્ટને ડીલીટ અથવા લોક કરવાનુ કામ અમે ભારતીય કાનુન મુજબ કરીયે છીયે. રાહુલ ગાંધીએ કેંટ રેપ કેસની પીડિતાના માતા- પિતાના ચેહરા દેખાતી તસ્વીરો ટ્વીટર પર શેર કરી હતી. જેમાંં પોક્સો અને જુવેનાઈલ જસ્ટીસ એક્ટની ધારાઓનુ ઉંલ્લઘન થતુ હતુ. જેમાં કહેવાયુ છે કે, પીડિતાની ઓણખાણનો ખુલાશો ના થવો જોઈયે. આ મામલે  આ અંગે રાષ્ટ્રીય બાળ અધિકાર સરક્ષણ આયોગ (National Commission for Protection of Child Right) દ્વારા ટ્વીટરને નોટીસ ફટકારી હતી. જેથી ટ્વીટર ઈન્ડીયાએ નોટીસ આધારે રાહુલ ગાંઁધીનુ એકાઉન્ટ લોક કરી લીધુ છે. આ સીવાય પીડિતાના માતા- પીતાની તસ્વીરો શેર કરનારા કોંગ્રેસી નેતા અજય માકન, રણદીપ સુરજેવાલા જેવા અન્ય નેતાઓના એકાઉન્ટ પણ લોક કરી દેવામાં આવ્યા છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં નવો આઈટી રૂલ પસાર થયો હોવાથી આ રાહુલ ગાંધી સહીતના આ કોંગ્રેસના નેતાઓ વિરૂ્ધ્ધ આ કાર્યવાહી જોવા મળી છે.  નવા આઈટી એક્ટને લાગુ કરવા ટ્વીટરે ઘણી આનાકાની પણ કરી હતી. પરંતુ અંતમાં તેમને ભારતના નવા આઈટીએક્ટ અંતર્ગત ચીફ કમ્પ્લેઈન ઓફીસર, નોડલ કોન્ટેક્ટ પર્સન અને રેસીડેન્ટ ગ્રીવેન્સ ઓફીસરની નિયુક્તિ કરી હોવાથી ભારત સરકારે પણ સ્વીકાર્યુ છે કે, ટ્વીટર હવે નવા આઈટીએક્ટનુ પાલન કરી રહ્યુ છે. 

 

રાહુલ ગાંધીનુ એકાઉન્ટ લોક થવાથી કોંગ્રસના અનેક નેતાઓ કાર્યકર્તાઓએ પોતાના એકાઉન્ટનુ નામ બદલીને રાહુલ ગાંધી અથવા પ્રોફાઈલ બદલીને રાહુલ ગાંધીની પ્રોફાઈલ લગાવી દીધી છે. જેમાં તેઓ #मैं_भी_राहुल સાથે #TwitterBJPSeDarGaya હેશટેગ ટ્રેન્ડ કરાવી રહ્યા છે. આ બન્ને હેશટેગ સાથે અત્યાર સુધી અનેક ટ્વીટ થઈ ચુક્યા છે. 

રાહુલ ગાંધીનુ એકાઉન્ટ લોક કરવામાં આવતા તેમના સમર્થનમાં દરેક કોંગ્રેસ નેતા ટ્વીટ કરી એકજુટતા દર્શાવી ટ્વીટ પર તેમનુ એકાઉન્ટ રીસ્ટોર કરવા દબાણ લાવી રહ્યા છે. આ હેશટેગનો ઉપયોગ કરી રાહુલ ગાંધીના સમર્થનમાં જે ટ્વીટ થયા છે. તૈ પૈકી કેટલાક ટ્વીટ અહિયા રજુ કરવામાં આવ્યા છે. 

https://twitter.com/Zackrhea/status/1425756117175439361?s=20
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
3:37 pm, Dec 26, 2024
temperature icon 28°C
broken clouds
Humidity 41 %
Pressure 1014 mb
Wind 3 mph
Wind Gust Wind Gust: 6 mph
Clouds Clouds: 78%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:20 am
Sunset Sunset: 6:01 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0