નિકાસ પ્રતિબંધને કારણે મહારાષ્ટ્ર -ગુજરાતના ડુંગળી ઉત્પાદકકોમાં ભારે વિરોધ

શેર કરવા અહીં ક્લિક કરો.

નવી દિલ્હી,તા.12 –  દેશમાં એક તરફ ડુંગળીના ભાવમાં વધારાના કારણે નિકાસ પ્રતિબંધ લાદવામાં આવતા ખેડુતો મહારાષ્ટ્ર-ગુજરાત સહિતના ડુંગળી ઉત્પાદક ખેડુતોએ જબરો વિરોધ શરુ કર્યો છે.  નિકાસ પ્રતિબંધને કારણે ઘરઆંગણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને નિકાસના ઉંચા ભાવોથી ખેડુતો વંચિત રહી જાય છે તે વચ્ચે સરકાર પાસે જે ડુંગળીનો બફરસ્ટોક પડયો છે તેમાંથી 25 ટકા સ્ટોક બગડી ગયો છે. કેન્દ્ર સરકારે 5.01 લાખ ટન ડુંગળીની ખરીદી કરી હતી જેમાંથી 2.74 લાખ ટન ડુંગળી અલગ અલગ વિસ્તારોમાં ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા માટે વહેંચી છે.

ડુંગળી | પાક | પ્લાન્ટિક્સ
ચાલુ વર્ષે પણ સરકાર ડુંગળીની ખરીદી કરવાનો ઈરાદો ધરાવે છે પરંતુ દેશમાં ઉત્પાદન ઓછુ હોવાના કારણે ડુંગળીના ભાવમાં વધારો થવાની શકયતા છે અને સરેરાશ રૂા.60ના ભાવને બદલે રૂા.100 સુધીનો ડુંગળીનો ભાવ થઈ શકે છે તેથી જ કેન્દ્ર સરકારે નિકાસ પ્રતિબંધ લાદયો છે.

પરંતુ હાલમાં જ સરકારના બફર સ્ટોકમાં 25 ટકા ડુંગળીઓ ઉપયોગમાં લઈ ન શકાય તેવો બગડી જતા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને તેમાં રૂા.300 કરોડની ડુંગળીઓ બગડી ગઈ હતી. પરંતુ હાલ સરકાર પાસે ફકત 50000થી 100000 લાખ ટન ડુંગળી જ રહી છે.

અન્ય તમામ ડુંગળીઓ બગડી જતા દુષ્કાળમાં અધિક માસ જેવી સ્થિતિ બની છે અને તેને કારણે સરકારને હવે મર્યાદીત બફર સ્ટોક સાથે જ ડુંગળીના ભાવને કાબુમાં રાખવાની જહેમત કરવી પડશે. ડુંગળી એ સામાન્ય વપરાશની ખાદ્ય શાકભાજી હોવાથી તેના ઉંચા ભાવ લોકો માટે નવી મુશ્કેલી સર્જી શકે છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.