મંડાલી દૂધ મંડળીના મંત્રીના ગળામાં દોરી ફસાઇ જતાં ગાલ કપાઇ ગયો

શેર કરવા અહીં ક્લિક કરો.

ખેરાલુ તાલુકાના મલેકપુર પાટિયા નજીક એક્ટિવા લઇ પસાર થઇ રહેલા મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રીના ગળામાં  દોરી ફસાઇ જતાં ગાલ કપાઇ ગયો હતો. ખેરાલુ તાલુકાના મંડાલી ગામની દૂધ મંડળીના મંત્રી પ્રજાપતિ ગાંડાભાઇ મોતીભાઇ શનિવારે સાંજે એક્ટિવા લઇ ખેરાલુથી મંડાલી તરફ આવી રહ્યા હતા

દરમિયાન મલેકપુર પાટિયા પાસે અચાનક તેમના ગળામાં દોરી આવી ગઇ હતી અને મોઢાના ભાગે દોરી વાગતાં ગંભીર ઇજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. જ્યાં રોડ ઉપર પસાર થતા રામપુરાના યુવકોની નજર પડતાં તેમણે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે વડનગર સિવિલમાં અને ત્યાંથી મહેસાણા રીફર કરાયા હતા

તસવિર અને આહેવાલ :મનુભાઈ ખેરાલુ 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.