અમને ફોલો કરો
ભાષા બદલો
બ્રેકીંગ ન્યૂઝ
બ્રેકીંગ ન્યૂઝ

કડીમાં પેપ્સી સ્ટોપ દુકાનની આડમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચનો મોબાઈલ એપ્લીકેશનમા ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

November 8, 2022
ગરવી તાકાત મહેસાણા : કડી પોલીસે ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ઈસમ ઉપર તરાપ મારીને ઝડપી પાડ્યો હતો  દુકાનની આડમાં પાકિસ્તાન બાંગ્લાદેશની મેચનો મોબાઇલ એપ્લિકેશનમાં ક્રિકેટ સટ્ટો રમાડતા ઈસમને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી છેલ્લા ઘણા દિવસથી કડી શહેરમાં મોબાઈલ એપ્લિકેશન ઓનલાઈન પર કેટલાક ભેજાબાજો ક્રિકેટ મેચના સટ્ટા  રમાડતા તેમજ રમતા ખૂણે ખાંચરે કે દેખાતા નજરે પડી રહ્યાં છે
ત્યારે કડી પોલીસે કડી ના ડાયમંડ પ્લાઝામાં એક દુકાનની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ  T20 ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ઈસમોને પોલીસે સ્થળ ઉપરથી ઝડપી ને  ₹.20,300 મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી કડી પોલીસને બાતમી મળી હતી કે કડી હાઈવે ચાર રસ્તા પાસે આવેલા ડાયમંડ પ્લાઝામાં પેપ્સી  સ્ટોપ દુકાનની આડમાં એક ઈસમ ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે જેની બાતમીના આધારે પોલીસે કોર્નર કરીને સ્થળ વાળી જગ્યા ઉપર રેડ કરતા  સરફરાઝ ભાગી રહેલ ચબુતરા ચોક કડી ને ઝડપી પાડ્યો હતો પોલીસે સરફરાજ ઘાંચી ની તલાસી લેતા તેના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઇલની અંદર રાધે એક્સચેન્જ નામની એપ્લિકેશન ખુલેલી જોવા મળી હતી
અને  યુઝર નેમ  SAF 44 નુ આઈડી ખૂલેલું જોવા મળ્યું હતું  તેમજ પોલીસને પાકિસ્તાન બાંગ્લાદેશ ટી 20 મેચનો ક્રિકેટ સટ્ટો રમાડતો હોય તેવું માલુમ પડતા પોલીસે સ્થળ ઉપરથી જ સરફરાઝ ઘાંચીની ધરપકડ કરી હતી અને રોકડ રકમ તેમજ  ₹.20,300ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરીને કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી કરી હતી તેમજ સ્થળ ઉપરથી રેહમાન રહે પોસ્ટ ઑફિસ કડી સ્થળ ઉપરથી ફરાર થઈ જતા  ઇસમો વિરુધ્ધ કડી પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

loader-image
મેહસાણા
6:23 pm, Jan 18, 2025
temperature icon 24°C
clear sky
Humidity 41 %
Pressure 1011 mb
Wind 3 mph
Wind Gust Wind Gust: 3 mph
Clouds Clouds: 0%
Visibility Visibility: 10 km
Sunrise Sunrise: 7:24 am
Sunset Sunset: 6:16 pm

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0