ગરવી તાકાત કાંકરેજ : વિધાનસભાની ચૂંટણીના ભડગમ વાગી રહ્યાં છે ત્યારે વોટર આઇડી ચૂંટણી કાર્ડ ની કામગીરી ચાલતી હોવાથી વધુમાં વધુ ચુંટણી ની નોંધણી કામગીરી થાય તે માટે શાળામાં બીએલો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે આજે કાંકરેજ મામલતદાર બી.જે દરજી એ ખારીયા પ્રાથમિક શાળામાં મુલાકાત લઇ ગામના સરપંચ કનુભા વાઘેલા ડે.સરપંચ કનુજી ઠાકોર, શાળા આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ દુકાનદાર તેમજ બીએલઓ ઝાલા, ભરત ભાઈ પ્રજાપતિ, સહિત સાથે મીટીંગ કરી ચૂંટણી કાર્ડ ની વધુ માં વધુ કામગીરી કેવી રીતે થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.
મામલતદારે ચુંટણી કાર્ડ નોંધણી માટે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે.. વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પરથી હવે ઘરે બેઠા કોઈપણ વ્યક્તિ જાતે પોતાનું મતદાન નોંધણી કરી શકે છે..
— ઘરે બેઠા ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરી શકે છે :
વધુ માં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાના કોય પણ ગામમાં કોય પણ દીકરા દીકરી ને 18 વર્ષ ની ઉંમર થઈ હોય અથવા તો થવા માં બે મહિના બાકી હોય તો પણ શાળા બીએલઓ નો સંપર્ક કરી નોંધણી કરાવી લેવા વિનંતી છે. દીકરી ઓ માટે ખાસ કે ચુંટણી કાર્ડ નોંધણી કરાવી જરૂરી છે જેથી તે એમના સાસરીમાં જાય તો પણ એમનું ચુંટણી કાર્ડ ટ્રાન્સફર થઈ સરળતાથી ત્યાજ મેળવી શકે છે માટે ચુંટણી કાર્ડ નોંધણી ની કામગીરી ચાલતી હોવાથી શાળા BLO નો સંપર્ક કરી નોંધણી કરાવી લેવી..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ