શ્રી ગણેશજીના મહોત્સવ દરમિયાન ગણેશ ચતુર્થીના દિવસે ગામના યુવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેનશ કલકત્તા તરફતથી રૂા. 18.61 હજારની આર્થિક સહાય ફાળવાઇ
ગરવી તાકાત, મહેસાણા તા. 08 – મહેસાણા તાલુકાના મગરોડા ગામે રૂપિયા 35 લાખના ખર્ચે એસી વાઇફાઇથી સજ્જ પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મગરોડા ગામે બનાવવામાં આવેલી આ પુસ્તકાલય દાનથી નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકાલય ત્રણ માળની વિશાળ બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભગવાન શ્રી ગણેશજીના મહોત્સવ દરમિયાન ગણેશ ચતુર્થીના દિવસે ગામના યુવાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેનશ કલકત્તા તરફતથી રૂા. 18.61 હજારની આર્થિક સહાય ફાળવવામાં આવી હતી. જેમાં ગ્રંથાલય ગુજરાત રાજ્યના ડાયરેકટર પંકજ ગોસ્વામીના ઉત્તમ માર્ગદર્શન હેઠળ આ આર્થિક સહાયની ફાળવણી કરવામાં આવતાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગને વેગ મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં ગ્રંથાલયની પ્રવૃતિઓને ખુબજ વેગ મળી રહ્યો છે.
અત્રે મહત્વની બાબત છે કે ગ્રંથાલય બનવાના કારણે વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃતિઓને પણ વેગ મળે છે અને વિદ્યાર્થીઓ ગ્રંથાલયોમાં બેસીને શાંતિપૂર્ણ માહોલમાં વાંચન કરતાં હોવાથી તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળી રહે છે. વિદ્યાર્થીઓની વાંચન પ્રવૃતિઓમાં ખલેલ પડતી હોવાના કારણે ગ્રંથાલય ઉત્તમ માર્ગ માનવામાં આવે છે. ત્યારે શ્રી રાજારામ લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા તરફથી 18.61 લાખની આર્થિક સહાય ફાળવવામાં આવતાં ઉત્તમ પ્રકારની લાયબ્રેરીનું નિર્માણ કરી શકાશે.
વાઇફાઇ તથા આધુનિક ટેકનોલોજીથી સજ્જે આ લાયબ્રેરી ગામના યુવાનોના ભવિષ્યનું ઘડતર નક્કી કરશે. એસી. વાઇફાઇ જેવી સુવિધાઓથી બનાવવામાં આવેલી આ લાયબ્રેરી યુવાનો માટે ભવિષ્યનું ઘડતર નક્કી કરશે. ગામના દાતાઓ દ્વારા માતબર દાનથી ત્રણ માળની વિશાળ બિલ્ડીંગ ગામ વચ્ચે ઉભી કરવામાં આવી છે. આ પ્રસંગે પુસ્તકાલય મંડળના પ્રમુખ રણછોડભાઇ ચૌધરી મંત્રી કે જે 75 વર્ષની ઉમરે પણ છેલ્લા 50 સંચાલન કરી રહ્યા છે.
તેવા કાનજીભાઇ ચૌધરી, મગરોડાના પૂર્વ ડેલિેગેટ જે.ડી.ચૌધરી, પૂર્વ સરપંચ વેલજીભાઇ એમ.ચૌધરી, મુખ્ય દાતા નરસિંહભાઇ કચરાભાઇ ચૌધરી અને ગામના યુવાનો, દિકરીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દાતાઓની કામગીરીને તમામે બિરદાવ્યાં હતા.


