મડાલ ગામે દારૂના અડ્ડા બંધ કરવા થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને લેટર લખ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.

— લ્યો કરો વાત..બીટ જમાદાર ને તો દારૂ બંધ કરાવવામાં કોઈ રસ જ નથી..!!

ગરવી તાકાત થરાદ : લાખણી તાલુકાના મડાલ ગામે દેશી તેમજ વિદેશી દારૂનું દુષણ ખૂબ જ વધી રહ્યો છે ત્યારે સાંજના સમયે કાયદેસર ખુલ્લેઆમ બુટલેગરો દેશી તેમજ વિદેશી દારૂ ગામમાં તેમજ ખેતરોમાં ખુલ્લેઆમ વેચતા નજરે પડી રહ્યા છે આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં અનેક સમજાવવા છતાં પણ દારૂ ગાળવાનું તેમજ વેચવાનું બંધ કરતાં નથી આ બાબતની અમારા બીટ જમાદાર ને પણ વારંવાર મૌખિક રજૂઆત કરેલ છે અને તેમને પણ ખબર જ છે
કે મડાલ ગામમાં દેશી તેમજ વિદેશી દારૂ વેચાણ કરતા તત્વો કોણ કોણ છે આવા તત્વો સામે અગાઉ પણ કેસ કરેલ છે તો આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા ભવિષ્યમાં લઠ્ઠાકાંડ જેવી  બનતી ઘટનાઓ રોકી શકાય તેવી ગામના સરપંચ દ્વારા થરાદ પોલીસ ઇન્સ્પેક્ટરને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી તાત્કાલિક આવા તત્વો પર કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરી હતી.
લાખણી ના મડાલ બાદ પાવડાસણ ગૃપ ગ્રામપંચાયત ના સરપંચે જીલ્લા પોલીસ વડા ને પત્ર લખી અપીલ કરી કે સીધોતરા ગામે દેશી દારૂ ના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે આ અડ્ડાઓ ના કારણે ગામના તમામ ક્ષેત્રે નુકસાન થઇ રહ્યું છે જેના કારણે તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા દારૂ બંધ કરાવવામાં આવે 
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.