અમીરગઢ તાલુકામાં લંપી વાયરસનો પગ પેસારો : તાલુકાના ૩ ગામોમાં પશુઓમાં દેખાયો લંપી વાયરસ

August 9, 2022
ગરવી તાકાત પાલનપુર :  છેલ્લા કેટલાય સમય થી ઠેર ઠેર લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને જેના કારણે હજારો પશુઓ મોતના મુખમાં હોમાય છે. હાલમાં અમીરગઢ તાલુકામાં પણ ૩ ગામોમાં લંપી વાયરસ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પરંતુ તંત્ર એલર્ટ હોવાને કારણે અને પશુઓને તાત્કાલિક સારવાર મળી જતા કોઈ જાનહાની થઈ નથી. આ અંગે વધુ માહિતી આપતા અમીરગઢ તાલુકા પસુ ચિકિત્સક ડોક્ટર ગેહલોતે જણાવ્યું હતું
કે અમીરગઢ તાલુકાના ગામ જેથી, જાલરા કરજા, આંબાપાણી આ ૩ ગામોમાં પશુઓમાં લંપી વાયરસ દેખાયો હતો. જેમાં કુલ ૩ ગામના થઇને ૬૯ જેટલા પશુઓ અસરગ્રસ્ત છે જે તમામ હાલ સારવાર હેઠળ છે જેમાંથી ૧૨ પશુઓ સારવાર હેઠળ છે જ્યારે અન્ય પશુઓ રિકવરી ફેજમાં છે.
આ લંપી વાયરસ તાલુકામાં વધુ પ્રમાણમાં ના ફેલાય તે માટે બનાસ ડેરી અને પશુપાલન વિભાગ દ્વારા સંયુક્ત રીતે પુરજોશમાં રસીકરણ ની કામગીરી ચાલુ છે જેમાં જુદી જુદી ૯ ટિમો બનવી અમીરગઢ તાલુકા માં રસીકરણ પશુઓને આપવાનું ચાલુ છે
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા – પાલનપુર
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0