ઊંઝાના કહોડા ગામના પ્રેમી પંખીડા મોતને વ્હાલું કરવા ઇલેવન કેવીના વીજ થાંભલાં પર ચડતાં કરંટના ઝટકાંથી મોત 

June 3, 2023

કહોડા ગામની યુવતિ અને કહોડા ગામનો યુવક ભાણો બંન્ને પ્રેમી ગત રોજ ઘરેથી ભાગી ગયા હતા 

બીજા દિવસે પરિવારજનોને બંન્ને પ્રેમી પંખીડાએ મોતને વ્હાલું કર્યું હોવાના સમાચાર મળ્યાં 

ગરવી તાકાત, ઊંઝા તા. 03- ઊંઝા તાલુકાના કહોડા ગામની યુવતિ ગત રોજ દળણું દરાવવા જાઉં છું તેમ કહી ઘરથી નીકળ્યાં બાદ ઘરે પરત ફરી ન હતી બીજી તરફ કહોડા ગામમાં રહેતો ગામનો ભાણોને આ યુવતિ સાથે પ્રેમ સંબંધ હોવાથી તે પણ કહોડાથી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તપાસ બાદ પરિવારને બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની અને ભાગી ગયા હોવાની જાણ થઇ હતી. જો કે ત્યારબાદ આ પ્રેમી પંખીડા સાથે જીવવા મરવાના કોલ આપી દીધા હોય તેમ બંન્ને સાથે મોતને વ્હાલું કરવાનો નિર્ણય કરી આ પ્રેમી પંખીડા કામલી અને મુકતુપુર ગામની સીમમાં આવેલા ઇલેવન કેવીના થાંભલા પર ચડી મોતને વ્હાલું કરી લીધું હતું.

ઊંઝા તાલુકાના કહોડા ગામના રહેવાસી ઠાકોર પુષ્પાબેન અને ઠાકોર કિરણજીને એકબીજા સાથે આંખો મળી ગઈ હતી અને બન્ને જણા ઘર છોડી જતા રહ્યા હતા. ગત તારીખ 02/06/2023ના રોજ સાંજના સમયે ઠાકોર પુષ્પાબેને પરિવારને કહ્યું કે, હું ગામમાં દળણું લેવા જાઉં છું. એવું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. વધુ સમય વિતતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને શોધખોળ કરી હતી, પરંતુ ઠાકોર પુષ્પાબેન ગામમાં કે કોઈ સગા સંબંધીને ત્યાં મળી આવ્યા નહીં. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, કહોડા ગામનો ભાણો ઠાકોર કિરણજી પણ ઘરે નથી અને બન્ને જણા ઘર છોડીને જતા રહ્યા છે. જે બાબતે પરિવારજનોએ તપાસ કરતા ક્યાંય પણ મળી આવ્યા નહીં. ત્યારે ગતરોજ બપોરના સમયે પરિવાર ઉપર સિદ્ધપુર જીઇબીમાંથી ફોન આવ્યો અને જાણવા મળ્યું હતું કે, ‘કામલી અને મક્તુપુર ગામની સીમમાં ઇલેવન કેવી વીજ લાઈન ઉપર ચડીને કોઈ બે અજાણ્યા વ્યક્તિઓ વીજ લાઈન પકડી પાડતા કરન્ટ લાગેલો છે અને મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ પરિવારજનો જઈને જોતા ઠાકોર પુષ્પા અને ઠાકોર કિરણની લાશ હોવાનું જાણવા મળ્યું હતું.

આજુબાજુ લોકોને ખબર પડતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. જે ઘટનાની જગ્યાએ સિદ્ધપુર જીઇબીની ટીમ આવી પહોંચી હતી તથા ઊંઝા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીઆઈ ઘેટીયા, પીએસઆઈ આર.એન. પ્રશાદ, પીએસઆઈ દેસાઈ, ચાર્જમાં રહેલા જમાદાર મહેન્દ્ર દેસાઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત દોડી આવ્યા હતા. જેમાં પોલીસે પંચનામું કરી બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયાં હતા.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0