વડનગર પોલિસ મથક ખાતે લોક દરબાર. પોલિસ ની કામગીરી ને બિરદાવી સાથે પી એમ નરેન્દ્ર મોદી નું હોમ ટાઉન હોવાથી આગેવાનો એ પોલિસ વઘારવાની કરી માંગ

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિશ્વભરમાં ભારતનો ડંકો વગાડનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતનમાં પોલીસ સંખ્યાબળ વધારવા માંગ

— વડનગરમાં નાયબ પોલીસ અધિક્ષક અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, આગેવાનોએ પોલીસ કામગીરીને બિરદાવી

•ઐતિહાસિક નગરીમાં ટ્રાફિક સમસ્યા જટિલ બની હોઈ નિવારણ લવાતા ખુશાલી

•વડનગર પોલીસ મથક તાબામાં 46 ગામડા આવતા હોઈ લોક સુરક્ષાની જરૂરિયાત

•જિલ્લા પોલીસ અધિક્ષકે થોડા દિવસ પૂર્વે યોજાયેલા લોક દરબારમાં થયેલી રજૂઆત ફળી

ગરવી તાકાત વડનગર :  દેશની આઇતિહાસિક નગરીમાં જેની ગણના થાય છે તે વડનગર પોલીસ મથક તાબામાં આવતા ૪૬ ગામો અને પી એમ મોદી નું હોમ ટાઉન હોવાથી પોલીસ વિભાગમાં સંખ્યાબળ વધારવા માટેની માંગણી કરી યોજાયેલા પોલીસના લોક દરબારમાં જનતાએ ઉઠાવી માંગ વિસનગરના વિભાગીય પોલીસ વડા એ. બી. વાળંદ. ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. જે લોક દરબારમાં જનતાના પ્રતિનિધિઓએ અહીં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે

તે માટે પોલીસ મથકમાં વધુ પોલીસ સ્ટાફ મૂકવાની માગણી કરી હતી અને ઉલ્લેખનીય છે કે શહેરમાં આવતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં પણ હવે વાહન વ્યવહાર વધ્યો હોઈ ટ્રાફિક સમસ્યા સુચારુ બનાવવા માટે થોડા સમય પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં ભાર મૂકવામાં આવ્યો હતો. જેને લઇને જિલ્લા પોલીસ અધિક્ષકે નગરજનોની સમસ્યા સંપૂર્ણપણે અલગ કરી દેવામાં આવી છે જેને લઇને નગરની જનતા પોલીસની કામગીરીને હર્ષની લાગણી સાથે બીરદાવી રહી છે.

ઉત્તર ગુજરાતનું મહત્વનું વડનગર શહેર દુનિયાભરમાં ભારત દેશનો ડંકો વગાડનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન છે. અહીંનું શિલ્પસ્થાપત્ય દુનિયાભરમાં મશહૂર છે. સરકારના સહકારથી અહીં તમામ વધારે સારો એવો વિકાસ થઈ રહ્યો છે જે વિકાસમાં ખૂટતી કડીઓ જોડવા માટે પણ અહીના સ્થાનિક રાજકીય તેમજ સામાજિક આગેવાનો રાતદિવસ અથાક મહેનત કરીને વડનગરને મુઠ્ઠી ઊંચેરું સ્થાન આપવા માટે મથી રહ્યા છે. અહીંના ઐતિહાસિક વારસાને માણવા અને જાણવા માટે દેશ-વિદેશમાંથી પર્યટકો મોટા પ્રમાણમાં વડનગરની મુલાકાત લઈ રહ્યા છે. મહેમાનોને આવકારવા માટે નગરજનો અને અહીંના વ્યાપારી લોકો હંમેશા તત્પર રહ્યા છે. જેથી શહેરની મુલાકાતે આવનાર મહેમાનો કોઈપણ જાતની તકલીફ માં ન મુકાય એ માટે પોલીસ પ્રશાસન તરફથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માગણી વિભાગીય પોલીસ વડા પાસે કરવામાં આવી છે.

•તાનારીરી, કિર્તીતોરણ અનોખા આકર્ષણ છે

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતનમાં કિર્તી તોરણ, તાનારીરી, નરસિંહ મહેતાનો ચોરી , શર્મિષ્ઠા તળાવ, જનજનીયો કૂવો મુખ્ય આકર્ષણ રહ્યા છે. ઉપરાંત દુનિયાનું બીજા નંબરનું અધ્યતન મ્યુઝિયમ પણ અહીં આકાર લઈ રહ્યું છે. જેને લઇને અહીં દેશના અને વિદેશનાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં આવે છે. પ્રવાસીઓ વૈભવી વારસાને માણવા જાણવા આવતા હોઈ અહીં દેશ-દુનિયામાં વડનગર નું નામ કીર્તિમાન થાય તે માટે તમામ વહીવટી તંત્ર સક્રિયતા દાખવે છે તેમજ પોલીસ વિભાગ દ્વારા ખૂટતી સુવિધા ઉભી કરાય તેવું જનતા ઈચ્છી રહી છે.

•પોલીસના લોક દરબારમાં આ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા

વિસનગર ડીવિજન ના નાયબ પોલીસ અધિક્ષક એ. બી. વાળંદ. ના વડપણ હેઠળ યોજાયેલા લોક દરબારમાં સંસ્કારી વડનગર નગરીના શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી, ઉપ પ્રમુખ કાનજી ભાઈ પાલિકાના પૂર્વ પ્રમુખ ગેમરજી , તાલુકા પ્રમુખ પરેશભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ. ઈશ્વરભાઈ દેસાઈ. ગિરીશભાઈ પટેલ. સહિતના અનેક મહાનુભાવો , સામાજિક કાર્યકરો જનતા અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષકે પણ જનતાની માગણીઓને યોગ્ય ન્યાય મળે તે માટે બાહેધરી આપી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.