સતલાસણાના ટીમ્બા ગામે પથ્થર બ્લાસ્ટિંગ વિરોધમાં આવેલા સ્થાનિકોએ મેનેજરને માર મારતા ગંભીર ઈજા, 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

April 2, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા ગામે આવેલી સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં પથ્થરના બ્લાસ્ટિંગ મુદ્દે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવાથી મકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી આવેલા સ્થાનિકોએ ક્વોરીના મેનેજર સાથે ગાળાગાળી કરી લોખંડની પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સતલાસણા પોલીસ મથકે 9 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મૂળ અમરેલી જિલ્લાના અને હાલ સતલાસણામાં રહીને સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હાર્દિકભાઈ વલ્લભભાઈ જાલોદ્રા ગત 30 માર્ચના રોજ ક્વોરી પર હાજર હતા.

Mehsana: વાવ-ધરોઈ રોડ પર વાહનની ટક્કરે નિવૃત્ત ફોરેસ્ટકર્મીનું મોત,  નિવૃત્તિ બાદ સેવા આપવા જતા અકસ્માત નડયો

તે સમયે ટીમ્બા ગામના પાંચ મહિલાઓ સહિતના લોકોએ ક્વોરી પર આવી બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં નુકસાન થતું હોવાની રજૂઆત કરી હતી. મેનેજરે વળતર આપવાની તૈયારી બતાવી ઘરવેરાની પાવતી માંગતા મામલો બિચક્યો હતો અને લોકો ગાળાગાળી કરી પરત ફર્યા હતા. થોડીવાર બાદ અન્ય ચાર શખ્સો લોખંડની પાઇપ જેવા હથિયારો સાથે ક્વોરી પર ધસી આવ્યા હતા અને ‘અમારી મહિલાઓ સાથે કેમ અસભ્ય વર્તન કર્યું’ તેમ કહી મેનેજર પર હુમલો કર્યો હતો. જેમાં રાજપાલસિંહ મનહરસિંહ. અને વિરેન્દ્રસિંહ જશવંતસિંહે લોખંડની પાઇપ વડે મેનેજરને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી,

વૃદ્ધએ ૫૦૦ રૃપિયા આપ્યા બાદ વધુ આપવાની ના પાડતા પાઇપ, દંડાથી માર મારતા  ગંભીર | At dawn men came to the senior citizen's shop and killed me -  Gujarat Samachar

જ્યારે અન્ય શખ્સોએ ગડદાપાટુનો માર માર્યો હતો. હુમલા દરમિયાન ક્વોરીના કર્મચારીઓએ વચ્ચે પડી મેનેજરને વધુ મારથી બચાવ્યા હતા. જતાં-જતાં હુમલાખોરોએ ‘જો હવે પૂછ્યા વગર બ્લાસ્ટિંગ કર્યું છે તો તને જીવતો છોડીશું નહીં અને ગાડી સળગાવી દઈશું’ એવી ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત મેનેજરને તાત્કાલિક સતલાસણા સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે સતલાસણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0