આલીશાન બંગલા બાંધ્યા, સરકારને વેરા ભર્યા પણ વેદનાથી છુટકારો ન મળ્યો
કડીમાં સવારથી જ વાદળ છાયું વાતવરણને લઇને ભારે વરસાદની લોકો રાહ જોઈને બેસી રહ્યા હતા ત્યારે વહેલી સવારે 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી મેઘરાજાએ જોરદાર બેટિંગ સાથે 2 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર કડી શહેરમાં પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી હતી. એવામં ઘણા બધા નીચાણ વાળા વિસ્તારોમાં તો પાણીથી ગરકાવ પણ જોવા મળ્યા હતા. કરણનગર રોડ અને નાની કડી વિસ્તારએ હાલના સમયમાં વિકાસમાં આગળ વધી રહ્યો છે ત્યારે નગરપાલિકાના સતાધીશોની નફ્ફટાઈના કારણે નધણીયાતો જાણે થઈ ગયો હોય તેવો અહેસાસ અહીંના રહીશો કરી રહ્યા છે. આ બને વિસ્તારોમાં લોકોએ મોટા મોટા બંગલા રહેવા માટે બનાવી દીધા પરંતુ તેઓને નગરપાલિકા તરફથી મળવી જોઈએ તેવી પાયાગત સુવિધાઓ વર્ષો વીતી જવા છતાં પ્રાપ્ત થઇ નથી. નગરપાલિકાની ઘંટીમાં અહીંની પ્રજા પીસાઈ રહી હોવાની ફરિયાદો સાંભળવા મળી છે. કડીના અતિ સમૃદ્ધ ગણાતા આ બને વિસ્તાર કરણનગર રોડ અને નાની કડી વિસ્તારમાં લોકોએ લાખો કરોડો રૂપિયાના ખર્ચે પોતાના આવાસો બનાવ્યા છે.
શહેરના આ વિસ્તારમાં રહેણાંક કર્યા પછી અનેક પ્રકારે શુખ શાંતિ પ્રાપ્ત થશે તેવું લોકો માની રહ્યા હતા પરંતુ અહીંની નગરપાલિકા કોઈ કાળે તેમને જોઈતી સુખ શાંતિ આપવા ન માંગતી હોય તેવું જણાઇ આવે છે. આ બને વિકાસિલ વિસ્તારમાં વર્ષોથી લોકોને અનેક પ્રકારે અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અહીંના રહીશો પાલિકામાં નિયમિત રીતે વેરાની ભરપાઈ કરી છે છતાં પાલિકા દ્વારા ઊભી થતી અસુવિધા ને મુંગે મોઢે સહન કરી રહ્યા છે.


પાણી ભરાય એટલે મહેમાનો ને પણ કહેવું પડે કે હમણાં ધરે ન આવતાં
