ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા અને દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા આશરે રૂ. 1.75 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો કુલ 39,183 બોટલ દારૂનો જથ્થો ઝાત ગામની સીમમાં બુલડોઝર ફેરવીને નષ્ટ કરાયો આ જથ્થામાં પાંથાવાડા પોલીસ સ્ટેશનના 20 ગુનાઓમાં ઝડપાયેલી વિદેશી દારૂની 33,171 બોટલનો સમાવેશ થાય જેની કિંમત રૂ. 1,58,24,369.

જ્યારે દાંતીવાડા પોલીસ સ્ટેશનના 10 ગુનાઓમાં ઝડપાયેલી 6,012 બોટલ દારૂનો પણ નાશ કરાયો જેની કિંમત આશરે રૂ. 1,69,67,034 હતી. આ દારૂના જથ્થાના નાશની કાર્યવાહી ધાનેરાના SDM, પાલનપુરના DYSP જે.જે. ગામિત, દાંતીવાડાના મામલતદાર, પાંથાવાડાના PI એમ.બી. બારડ અને દાંતીવાડાના PI કે.ડી. બારોટ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી.

આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર ફાઈટર અને પોલીસના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું રાજસ્થાન રાજ્યમાંથી આવતા ગેરકાયદેસર દારૂને ઝડપી પાડી કાયદેસર રીતે તેનો નાશ કરવામાં આવી રહ્યો.


