સાબરકાંઠાના પોશીનામાં જમીન વિવાદમાં બે વ્યક્તિઓની હત્યા કરનાર 6 આરોપીઓને આજીવન કેદ સજા…

June 10, 2025

સાબરકાંઠા : સાબરકાંઠાના પોશીના તાલુકાના દેડકા ગામમાં જંગલની જમીનના વિવાદમાં બે વ્યક્તિઓની હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો ઈડર કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી.આ ઘટના 7 જૂન 2017ના રોજ બની હતી. જંગલની જમીન બાબતે રતનાભાઈ નાણાભાઈ ગમાર અને તેમના કુટુંબીજનો વચ્ચે વિવાદ થયો હતો. રાવજીભાઈ રતાભાઈ ગમાર, લાડુભાઈ નાણાભાઈ ગમાર, નટવરભાઈ લાડુભાઈ ગમાર.

માલજીભાઈ અંગ્રેજભાઈ ગમાર, નરેશભાઈ લાડુભાઈ ગમાર અને પોપટભાઈ રતાભાઈ ગમારે તલવાર, છરી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. હુમલામાં નાગજીભાઈ ગમાર અને રાવજીભાઈ ગમારને ગંભીર ઈજાઓ થઈ સારવાર દરમિયાન બંનેનું મૃત્યુ થયું હતું. મીણાભાઈ રાયચંદભાઈ ગમારે પોશીના પોલીસ સ્ટેશનમાં સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

મદદનીશ સરકારી વકીલ પ્રણવ સોનીએ રજૂ કરેલા પુરાવાઓને આધારે ન્યાયાધીશ એમ.વાય.રાધનપુરવાલાએ 6 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. એક આરોપીનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થયું હતું. દરેક દોષિતને આજીવન કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ મૃતકોના વારસદારોને આપવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0