- પોલીસને જાેઇ કારનો ચાલક કાર મુકી અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો
- દારુ બિયરનો જથ્થો તથા કાર સહિત 3.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ગરવી તાકાત, મહેસાણા – મહેસાણામાં સમયાંતરે પરપ્રાંતિય દારૂનો જથ્થો ઝડપી પાડવા મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાજનજર રાખી વોંચ ગોઠવી પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન ગોરાદથી છઠીયારડા રોડ પર એક કારમાં વિદેશી દારૂનો જથ્થો આવતો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે છઠીયારડા પાસે વોંચ ગોઠવી હતી દરમિયાન દારૂ ભરેલી કારના ચાલક જાેઇ જતાં કાર મુકી અંધારાનો લાઇ લઇ ફરાર થઇ ગયો હતો જ્યાં પોલીસે તપાસ કરતાં તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૩.૬૦નો મુદ્દામાલ એલસીબીએ ઝડપી લીધો હતો. 
મહેસાણા પોલીસવડા અચલ ત્યાગીના માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઇ જે.પી.રાવની સૂચના મુજબ વિદેશી દારૂની થતી હેરાફેરી રોકવાના કરેલા આદેશ મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એમ.ડી.ડાભી, રશ્મેન્દ્રસિંહ, લાલાજી, સન્નિકુમાર, અલ્પેશકુમાર, રાજેન્દ્રસિંહ, જયસિંહ, ભાવિકકુમાર સહિતનો સ્ટાફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પાંચોટ બાયપાસ સર્કલ પાસે આવતાં રશ્મેન્દ્રસિંહ તથા લાલાજીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગોરાદ તરફથી એક જીજે૦૧કેએમ-૫૮૩૪ નંબરની કાર પરપ્રાંતિય વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે છઠીયારડા ગામે થઇ પસાર થનાર છે
જે બાતમીના આધારે એલસીબીની ટીમે ગોરાદ – છઠીયારડા ગામની સીમમાં ઉમિયા ઇન્ડ્રસ્ટ્રીઝ ફેકટરી પાસે વોચમાં ઉભા હતા તે દરમિયાન એક ફોર વ્હીલ કાર ગોરાદ ગામ તરફથી છઠીયારડા તરફ આવતી હતી જે કારનો ડ્રાઇવર પોલીસને જાેઇ જતાં કાર દૂર ઉભી રાખી અંધારાનો લાભ લઇ ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ગાડીમાં તપાસ કરતાં તેમાંથી પરપ્રાંતીય દારૂનો જથ્થો મળી આવેલ જેમાં બીયરની પેટીઓ નંગ ૧૭, બીયર, ૧૭ નાની મોટી બોટલ મળી ૬૦૭૨૦નો દારૂનો જથ્થા સાથે એસફોર કાર મળી કુલ રૂા. ૩.૬૦ લાનો મુદ્દામાલ ઝડપી લઇ કાર ચાલકની વિરુદ્ધમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.


